Western Times News

Gujarati News

ભારતીય નેવલ શીપ સરદાર પટેલ, પોરબંદર પર દરિયાકાંઠાની સુરક્ષા અંગે વર્કશોપ યોજાશે

પ્રતિકાત્મક

અમદાવાદ, ગુજરાતમાં 1640 કિમી લાંબો દરિયાકાંઠો છે જે ભારતમાં  સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા રાજ્ય તરીકે ગણાય છે. વધુમાં, રાજ્યમાં 102 મુખ્ય સૂચિત લેન્ડિંગ પોઇન્ટ્સ છે.

અહીંના માછીમારો નિયમિત સુયોજિત દરિયાકાંઠાના સમુદાયોની બહાર સૌથી મોટો ‘દરિયાખેડૂ’ સમુદાય બનાવે છે અને દરિયાકાંઠાની સુરક્ષા માટે તેમને આપવામાં આવેલી ‘આંખ અને કાન’ તરીકે ઓળખ ખરેખરમાં યોગ્ય છે.

ગુજરાતના સંવેદનશીલ ભૌગોલિક સ્થાન અને માછીમારો દ્વારા અવારનવાર અજાણતા IMBL ઓળંગવામાં આવતી હોવાની બાબતને ધ્યાનમાં રાખતા, માછીમારો જ્યારે માછલીઓ પકડવા માટે બહાર જાય ત્યારે તેમણે શું કરવું અને શું ના કરવું તે વિશે સમજણ આપવાની ઘણી જરૂરિયાત લાગતી હતી.

તેમજ, તમામ હિતધારકો વચ્ચે તાલમેલ બેસાડવા માટે અને સુરક્ષા એજન્સીઓ સાથે માછીમારો સંવાદ કરી શકે તે માટે તેમને એક પ્લેટફોર્મ આપવા અને રાજ્યના દરિયાકાંઠાની સુરક્ષાને વધુ વેગ આપવા માટે 09 માર્ચ 2021ના રોજ INS સરદાર પટેલ પોરબંદર ખાતે ભારતીય નૌસેના દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા વર્કશોપ (CSW)નું આયોજન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં દરિયાકાંઠાની સુરક્ષા સાથે સંકળાયેલા તમામ મુખ્ય હિતધારકો એટલે કે, ભારતીય નૌસેના, તટરક્ષક દળ, સમુદ્રી પોલીસ અને કસ્ટમ્સ તેમજ આ કાર્યક્રમ માટે પ્રાથમિકરૂપે લક્ષિત પ્રેક્ષકો એવા સ્થાનિક માછીમારો ભાગ લેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.