પૂર્વ મંત્રી ભરતભાઇ બારોટ કોરોનાની રસી લઇ સુરક્ષિત થયાં
પૂર્વ મંત્રીશ્રી ભરતભાઇ બારોટે શાહીબાગ ખાતે કોરોનાની રસી લઇ પોતાની જાતને કોરોનાની મહામારી સામે સંરક્ષિત કરી હતી. તેમણે રસી લીધાં બાદ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે જે ત્વરિત પગલાઓ લેવાયાં છે તેને લીધે આપણે દેશમાં કોરોનાનો પ્રસાર રોકવામાં સફળ થયાં છીએ.
ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી ભરતભાઈ બારોટ એ વેક્સિન લીધી અને બધા લોકોને વેક્સિન લેવા કરી અપીલ.
સિનિયર સિટીઝન લોકો ગભરાયા વગર વેક્સિન લેવા કરી અપીલ :- @BharatBarot50@narendramodi @AmitShah pic.twitter.com/JLNU2UsPOf
— Bharat Barot (@BharatBarot50) March 4, 2021
વિશ્વમાં સૌથી મોટા રસીકરણ કાર્યક્રમથી આપણે આપણી જાતને સુરક્ષિત કરી દેશને સુરક્ષિત કરવાનો છે. લોકો કોરોનાની રસી લેવાથી ગભરાય નહીં અને કોરોનાની રસી લેવા માટે આગળ આવે તે માટે તેમણે નાગરિક સમાજને અપીલ કરી છે.