ઇમરાને ખૈરાત અને અલ્લાહના વિશ્વાસે પાકિસ્તાનને છોડયું
ઇસ્લામાબાદ: સંકટથી ધેરાયેલ પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે કોરોના મહામારીની વચ્ચે પોતાના દેશવાસીઓને રસી માટે ખૈરાતના વિશ્વાસે છોડી દીધા છે.હકીકતમાં પાકિસ્તાન સરકારે આ વર્ષ કોરોના વેકસીન ખરીદશે નહીં ઇમરાન સરકાર હાલ કોરોના મહામારીનો સામનો કરવા માટે હર્ડ ઇમ્યુનિટી અને સાથી દેશોથી મફતમાં મળનાકી કોરોના વેકસીન પર નિર્ભર રહેશે પાકિસ્તાનના ડોન ન્યુઝના અહેવાસ અનુસાર નેશનલ હેલ્થ સર્વિસેડના સેક્રેટરી આમિર અશરફ ખ્વાજાએ પબ્લિક એકાઉન્ટ કમિટિની બ્રીફીંગ દરમિયાન આ માહિતી આપી
નેશનલ ઇસ્ટિટયુટ ઓફ હેલ્થ એગ્ઝીયુટિવ ડાયરેકટર મેજર નજર આમિક ઇકરામના જણાવ્યા અનુસાર ચીનની બનાવેલ કોરોના વેકસીનના એક ડોઝની કીંમત ૧૩ ડોલર છે તેમણે એ પણ કહ્યું કે પાકિસ્તાન વેકસીન માટે આંતરરાષ્ટ્રીય ડોનર્સ અને ચીન જેવા સાથી દેશો પર નિર્ભર છે.
નેશનલ હેલ્થ સર્વિસેજ સેક્રેટરીએ કહ્યું કે ચીનની ફાર્માસ્યુટિકલ કંપની સિનોફાર્મે પાકિસ્તાનને કોરોના રસની ૧૦ લાખ ખુરાક આપવાનું વચન આપ્યું છે તેમાંથી ૫ લાખ ખુરાક પાકિસ્તાનને આપી દેવામાં આવી છે અત્યાર સુધી મળેલ ખુરાકમાંથી પાકિસ્તાને ૨ લાખ ૭૫ હજાર ડોઝ કોરોના દર્દીઓની દેખભાળમાં લાગેલ હેલ્થ પ્રોફેશનલને આપી છે. તેમણે એ પણ કહ્યું કે પાકિસ્તાનનો લક્ષ્ય આ વર્ષના અંત સુધી ૭ કરોડ લોકોને રસી આપવાનો છે.
પાકિસ્તાનને ગ્લોબલ એલાયંસ ફોર વેકસીન્સ એન્ડ ઇમ્યનાઇઝેશન દ્વારા ભારત નિર્મિત ઓકસફોર્ડ એસ્ટ્રેજેનેકાની કોરોના વેકસીનની એક કરોડ ૬૦ લાખ મફત ખુરાક પણ મળી શકે છે જેથી પાકિસ્તાનની ૨૦ ટકા વસ્તીને રસી આપી શકાય તેમ છે.
પીએસી ચેરમેન રાણા તનવીર હુસૈનને એનએચએસના સેક્રેટરીને પુછયું કે શું મફતમાં મળનારી કોરોના વેકસીન રાહ જાેવામાં આવશે તેના પર તેમણે જવાબ આપ્યો કે પાકિસ્તાનને કોરોનાની વધુ વેકસીન ખરીદવી પડશે નહીં એટલું જ નહીં અહેવાલ અનુસાર ચીનની એક અન્ય કંપની પણ પાકિસ્તાનમાં પોતાના રસીના ત્રીજા તબક્કાનું ટ્રાયલ કરી રહી છે
એટલે સ્પષ્ટ છે કે પાકિસ્તાન કોરોના વાયરસની રસી માટે આંતરરાષ્ટ્રીય સમુદાય અને ખાસ કરીને ચીનથી આશા લગાવીને બેઠુ છે.એ યાદ રહે કે ઇમરાન સરકારે વિશ્વમાં લોકડાઉન હતું તે દરમિયાન પણ પોતાના દેશમાં લોકડાઉન જાહેર કર્યું ન હતું તેનું કહેવુ હતું કે પાકિસ્તાન લોકડાઉન કરવાની સ્થિતિમાં નથી આમ સરકારે નાગરિકોને અલ્લાહના ભરોષે છોડી દીધા હતાં.