Western Times News

Gujarati News

કિસાનોની ટીમ કેરલ અને બંગાળમાં ભાજપને હરાવવાની અપીલ કરશે

નવીદિલ્હી: કેન્દ્રના નવા કૃષિ કાનુનોના વિરોધમાં આંદોલન કરી રહેલ કિસાન સંગઠનોએ ભાજપ સરકારની વિરૂધ્ધ મોરચો ખોલી દીધો છે.વિધાનસભા ચુંટણીમાં ભાજપને હરાવવા માટે કિસાન નવી નવી રણનીતિ બનાવી રહ્યાં છે ંસંયુકત કિસન મોરચાએ ૧૫ માર્ચ સુધીના પોતાના કાર્યક્રમોની જાહેરાત કરી છે.

ભારતીય કુસાન યુનિયનના નેતા બલવીર સિંહ રાજેવાલ અને સ્વરાજ ઇન્ડિયાના પ્રમુખ યોગેન્દ્ર યાદવે કહ્યું કે અમે પશ્ચિમ બંગાળ અને કેરલમાં ચુંટણી માટે ટીમ મોકલીશું અમે કોણ પણ પાર્ટીનું સમર્થન કરીશું નહીં પરંતુ લોકોને અપીલ કરીશું કે તેઓ તે પાર્ટીને મત આપે જે ભાજપને હરાવી શકે છે અમે લોકોને કિસાનો પ્રત્યે મોદી સરકારના વલણની બાબતમાં બતાવીશું

યોગેન્દ્ર યાદે કહ્યું કે સંયુકત કિસાન મોરચાની બેઠકમાં અમે ૧૫ માર્ચ સુધીના કાર્યક્રમોને અંતિમ રૂપ આપી દીધુ છે છ માર્ચે જયારે આંદોલન ૧૦૦માં દિવસમાં પ્રવેશ કરશે તો કિસાન સવારે ૧૧ વાગ્યાથી સાંજના ચાર વાગ્યાની વચ્ચે કુંડલી માનેસર પલવલ એકસપ્રેસવેને અલગ અલગ સ્થાનો પર રોકશે

યાદવે કહ્યું કે આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગ પર તમામ પ્રદર્શન સ્થળો પર મહિલા પ્રદર્શનકારીઓને આગળ રાખવામાં આવશે ૫ માર્ચથી કર્ણાટકમાં એમએસપી અપાવો આંદોલન શરૂ કરાશે જેમાં વડાપ્રધાનથી પાકો માટે એમએસપી સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવશે તેમણે કહ્યું કે વિધાનસભા ચુંટણીમાં અને લોકોને ભાજપ અને તેના સાથીઓને દંડ આપવાની અપીલ કરીશું જે કિસાન વિરોધી કાનુન લાવ્યા હતા અમે ચુંટણી રાજયોમાં જઇશું

આ કાર્યક્રમ ૧૨ માર્ચે કોલકતામાં એક જાહેર બેઠકની સાથે શરૂ થશે. તેમણે કહ્યું કે સરકાર જાહેર ક્ષેત્રોનું જે રીતે ખાનગીકરણ કરી રહી છે તેની વિરોધમાં ૧૫ માર્ચે સમગ્ર દેશના મજદુર અને કર્મચારી સડક પર ઉતરશે અને રેલવે સ્ટેશોની બહાર જઇ ધરણા પ્રદર્શન કરશે કેન્દ્ર સરકારમાં હરિયાણાના જે ત્રણ કેન્દ્રીય મંત્રી છે તે ત્રણેય કેન્દ્રીય મંત્રીઓને તેમના ગામમાં પ્રવેશ પર રોક લગાવવામાં આવશે
એ યાદ રહે કે કાનુનોને રજ કરવા પર કિસાન મકકમ છે અને સરકાર પણ આરપારની લડાઇ લડવાની જાહેરાત કરી ચુકી આથી દિલ્હીની સીમાઓ પર કિસાનોનું આંદોલન ગત વર્ષ ૨૬ નવેબરથી જારી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.