Western Times News

Gujarati News

બિહારમાં અપરાધ નિયંત્રણને લઇ એનડીએમાં વિવાદ ઘેરાયો

પટણા: બિહારમાં કાયદો અને વ્યવસ્થા અને અપરાધ નિયંત્રણની સ્થિતિને લઇ સત્તાધારી એનડીએના બંન્ને પક્ષો ભાજપ અને જદયુ આમને સામને જાેવા મળી રહ્યાં છે ભાજપના ધારાસભ્યોએ રાજયમાં અપરાધ નિયંત્રણ માટે ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ મોડલ લાગુ કરવા પર ભાર મુકયો તો જદયુના મંત્રી અને ધારાસભ્યે કહ્યું કે બિહારમાં નીતીશ મોડલ જ ચાલશે

બિહાર વિઘાનસભા પરિસરમાં ભાજપ ધારાસભ્ય પવન જાયસવો વધતા અપરાધ અને સીતામઢીમાં થયેલ એકાઉન્ટરના મુદ્દા પર વાતચીતમાં સીતામઢીની ઘટનાનો હવાલો આપતાં કહ્યું કે બિહારમાં પણ ગાડી પલટવી જાેઇએ અપરાધ પર અંકુશ લગાવવા માટે ઉત્તરપ્રદેશની જેમ યોગી આદિત્યનાથ મોડલ લાગુ થવું જાેઇએ આ પહેલા ભાજપ ધારાસભ્ય મિથિલેશ કુમારે પણ કહ્યું કે બિહારમાં એનડીએ એક અને એનડીએ બેની સરકારો વચ્ચે મહાગઠબંધનની સરકાર બન્યા બાદથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. અપરાધ નિયંત્રણ માટે બિહાર જ નહીં સમગ્ર દેશમાં યોગી મોડલ લાગુ કરવું જાેઇએ

જાે કે ભાજપના ધારાસભ્યનું આ નિવેદન સાથી જદયુને પસંદ આવ્યું નહીં જદયુના વરિષ્ઠ નેતા અને નીતીશ કેબિનેટમાં ભવન નિર્માણ મંત્રી ડો અશોક ચૌધરીએ પવન જાયસવાલ પર પલટવાર કરતા કહ્યું કે બિહારમાં ફકત નીતીશ મોડલ જ ચાલશે તેમણ કહ્યું કે ગત ૧૫ વર્ષોથી બિહારમાં નીતીશ મોડલ લાગુ છે અને સફળ પણ છે અહીં યુપીની યોગી મોડલની જરૂરત નથી અશોક ચૌધરી ઉપરાંત જદયુના ધારાસભ્ય ગોપાલ મંડલે પણ ભાજપ ધારાસભ્યના નિવેદન પર પલટવાર કર્યો અને કહ્યું કે તે ખુદ લાઇસેંસી હથિયાર રાખે છે અપરાધી આવશે તો તેને સમજમાં આવી જશે કે કયાં આવ્યો છે તેમણે કહ્યું કે બિહારમાં નીતીશ મોડલ લાગુ છે અને આગળ પણ લાગુ રહેશે લોક યુપી મોડલની બાબતમાં વિચારવાનું છોડી દે

એ યાદ રહે કે તાજેતરના દિવસોમાં અનેક મોટા અપરાધ થયા છે તાજેતરમાં શરાબ માફિયાએ એક પોલીસ સબ ઇસ્પેકટરની હત્યા કરી દીધી તો પટણા સમસ્તીપુર અને બેગુસરાયમાં લુંટની ઘટનાઓ બની તેમાં બેંક લુટની બે ઘટનાઓ સામેલ છે બિહારમાં અપરાધને લઇ વિરોધ પક્ષોના હુમલા વચ્ચે નીતીશ સરકારમાં સાથી ભાજપ પણ સવાલ ઉભા કરે છે ખુદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડો સંજય જાયસવાલ કાયદો વ્યવસ્થાને લઇ નિવેદન આપી ચુકયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.