Western Times News

Gujarati News

મુંબઇની જાણીતી કરાંચી બેકરી શોપ બંધ કરી દેવાઇ

મુંબઇ: મુંબઇની જાણીતી કરાંચી બેકરી શોપ બંધ થઇ ગઇ છે. રાજ ઠાકરેની પાર્ટી એમએનએસના એક નેતાએ તેનો શ્રેય લીધો છે રાજ ઠાકરેના નેતૃત્વવાળી એમએનએસે કેટલાક મહીના પહેલા આ બેકરી શોપના નામને લઇ હુમલો કર્યો હતો તેને લઇ વિવાદ ઉભો થયો હતો. એમએનએસના ઉપાધ્યક્ષના નેતૃત્વમાં કરાંચી બેકરી શોપના નામને લઇ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને હવે આ દુકાન બંધ થઇ ગઇ છે. એમએનએસ નેતા હાજી સૈફ શેખે ટ્‌વીટ કરી આ દાવો કર્યો છે.

હવે એમએનએસના એક નેતાઓ તેનો શ્રેય લીધો છે જાે કે એમએનએસના એક અન્ય નેતા સંદીપ દેશપાંડેએ કહ્યું કે આ પાર્ટીનું સત્તાવાર વલણ નથી કરાંચી બેકરી ભારતની સૌથી જુની અને સૌથી પ્રચલિત કુકી મેકર્સ છે આ હૈદરાબાદની જાણીતી ચેન છે. જેને સિંધી હિન્દુ પ્રવાસી પરિવાર મનાની ચલાવે છે રમાની વિભાજન બાદ કરાંચીથી પલાયન કરી ભારત આવ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.