હજુપણ કાળઝાળ ગરમીથી શેકાવા નાગરિકો તૈયાર રહે
ગાંધીનગર: રાજ્યમા ઉનાળોનો પ્રારંભ હજુ થયો જ છે ત્યાં દિવસે કાળઝાળ ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે, જાેકે રાહતના સમાચાર એ છે કે હજુ રાત્રે અને સવારે ગરમીનો પારો મહદૃ અંશે શિયાળા જેવો રહે છે. જેના પગલે લોકો હાલ મિશ્ર ઋતુનો અહેસાસ કરી રહ્યા છે.
રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. અને અત્યારથી જ લોકોએ હાય ગરમીની બૂમરાણ મચાવવાનું શરૂ કરી દીધું છે. તેવામાં આ વખતનો ઉનાળો વધારે આકરો રહેશે તેવી હવામાન વિભાગની આગાહીને પગલે લોકો અત્યારથી જ પોતાની રીતે શરીરની સાચવણી કરતા થઇ ગયા છે.
હજુ તો ઠંડીને ગયે સમય પણ નથી વીત્યો ત્યાં જ ધોમધખતો ઉનાળો આવી પહોંચ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી રાજ્યમાં હવે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તેવામાં આગામી સમયમાં કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેજાે, કેમ કે માર્ચની શરૂઆતમાં જ તાપમાન ૩૮ ડિગ્રીએ પહોંચી ગયું છે. અને થોડી રાહતની વાત એ છે કે આગામી બે દિવસ તાપમાન યથાવત રહેશે.
રાજ્યના વિવિધ શહેરોમાં હજુ લઘુતમ તાપમાન ૨૦ અંશથી નીચે નોંધાતા વહેલી પરોઢે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જાે કે, બપોરે તાપમાન ૩૮ ડિગ્રીએ રહે છે જ્યારે સવારે અને રાત્રે પારો ૧૪ ડિગ્રી આસપાસ રહે છે. વાહનોની વધતી સંખ્યા સહિત ગ્લોબલ વોર્મિંગ સહિતનાં અનેક કારણોને કારણે સતત દુનિયાનું તાપમાન વધી રહ્યું છે. અને જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ ગરમીમાં વધારો થઈ રહ્યો છે.