Western Times News

Gujarati News

સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક ડુંગરમાં ભીષણ આગ લાગી

IHCL ANNOUNCES TWO HOTELS IN KEVADIA GUJARAT

નર્મદા ડેમનો ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે

અમદાવાદ,  ગુજરાતનાં ગૌરવ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. સમગ્ર દેશનાં વીઆઇપી અને તમામ રાજનેતાઓ આવી રહ્યા છે. તેવામાં અહીં સિક્યોરિટી અને સમગ્ર મેનેજમેન્ટ સ્ટાફ પણ સ્ટેન્ડ ટુ રહે છે. વીઆઇપીઓની સતત આવન જાવનના કારણે સ્થાનિક પોલીસ પણ સતત સ્ટેન્ડ ટુ રહે છે.

જાે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનાં ડુંગરમાં આગ લાગી છે. જેના કારણે સમગ્ર જિલ્લા તંત્ર દોડતું થયું છે. નર્મદા ડેમનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસેના ડુંગરમાં આગના પગલે પોલીસ દોડતી થઇ છે. નર્મદા ડેમ સરદાર સરોવરના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના કર્મચારીઓને ફાયર વિભાગનો સ્ટાફ આગને કાબુમાં લેવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. હાલ ફાયર ફાઇટરને સ્ટેચ્યુના કર્મચારીઓ આગને કાબુમાં લેવા પ્રયાસો કરી રહ્યા છે. જાે કે સુકા ઘાસમાં આગ લાગી હોવાનાં આગ પર કાબુ મેળવવો મુશ્કેલ છે. તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ અંગે ફાયરના અધિકારીઓએ જણાવ્યું કે, રોડ લેવલ થી ૨૦૦ ફૂટ ઉંચા ડુંગરમાં આગ લાગી હોવાથી તંત્રને આગ પર કાબુ મેળવવામાં થોડી તકલીફ ઉઠાવી રહી છે. આગ કેવી રીતે લાગી તે અંગેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ ઉપરાંત સુકા ઘાસમાં આગ લાગી હોવાનાં કારણે તેને કાબુ કરવી મુશ્કેલ છે.

જાે કે બીજી રાહતની વાત છે કે, ઘાસમાં આગ લાગી હોવાનાં કારણે તે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા નહીવત્ત છે. જાે કે સ્થાનિક અધિકારીઓના અનુસાર કેટલીક વખત પોતાની બાધા પુરૂ કરવા માટે આદિવાસીઓ દ્વારા ડુંગર પર આગ લગાવાતી હોય છે. તેવામાં આ આગ લગાવવામાં આવી હોય તેવી પણ શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.