Western Times News

Gujarati News

નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગનો IPO મંગળવાર 9 માર્ચ- 2021ના રોજ ખૂલશે

Mega flex Plastics IPO

પબ્લિક ઈશ્યુ અને નેટ ઈશ્યુમાં કંપનીની ઈશ્યુ પશ્ચાત પેઈડ-અપ ઈક્વિટી શેરમૂડીના અનુક્રમે 26.73 ટકા અને 25.32 ટકાનો સમાવેશ થાય છે.

મરીન ક્રાફ્ટ્સ અને મરીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં સમારકામ અને જાળવણી/ રિફિટ્સ સાથે ડ્રેજિંગ માટે મરીન ક્રાફ્ટ્સ વસાવવાના અને સંચાલન કરવાના વેપારમાં સંકળાયેલી નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગ વર્કસ લિમિટેડ (“કંપની”) તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (“આઈપીઓ” અથવા “ઓફર”) રજૂ કરી રહી છે, જે કંપનીના પ્રત્યેકી રૂ. 10 ફેસ વેલ્યુના ઈક્વિટી શેર દીઠ (“ઈક્વિટી શેર”) રૂ. 37ની નિશ્ચિત પ્રાઈસ બેન્ડ સાથે મંગળવાર, 9મી માર્ચે ખૂલવાનું અને શુક્રવાર, 12 માર્ચ, 2021ના બંધ થવાનું નિર્ધારિત છે.

રૂ. 1012.32. લાખ (“પબ્લિક ઈશ્યુ”) સુધી એકત્રિત રોકડ માટે ઈક્વિટી શેર દીઠ રૂ. 37ના ઈશ્યુ ભાવે નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગ વર્કસ લિમિટેડ (“કંપની” અથવા “કેએમઈડબ્લ્યુએલ” અથવા “ઈશ્યુઅર”)ના પ્રત્યેકી રૂ. 10ના ફેસ વેલ્યુના 27,36,000ની (“ઈક્વિટી શેર”) ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ,

જેમાંથી રૂ. 53.28 લાખના એકત્રિત, રોકડ માટે ઈક્વિટી શેર દીઠ રૂ. 37ના ઈશ્યુ ભાવે, પ્રત્યેકી રૂ. 10ના ફેસ વેલ્યુના 1,44,000 ઈક્વિટી શેરો ઈશ્યુની માર્કેટ મેકર (“માર્કેટ મેકર અનામત હિસ્સો”) દ્વારા સબ્સ્ક્રિપ્શન માટે અનામત રખાશે. પબ્લિક ઈશ્યુ બાદબાકી માર્કેટ મેકર અનામત હિસ્સો, એટલે કે, રૂ. 959.04 લાખ સુધી એકત્રિત, રોકડ માટે ઈક્વિટી શેર દીઠ રૂ. 37ના ઈશ્યુ ભાવે પ્રત્યેકી રૂ. 10ના ફેસ વેલ્યુના 25,92,000 ઈક્વિટી શેરોના ઈશ્યુને હવે પછી “નેટ ઈશ્યુ” તરીકે સંદર્ભિત કરવામાં આવશે. પબ્લિક ઈશ્યુ અને નેટ ઈશ્યુમાં કંપનીની ઈશ્યુ પશ્ચાત પેઈડ-અપ ઈક્વિટી શેરમૂડીના અનુક્રમે 26.73 ટકા અને 25.32 ટકાનો સમાવેશ રહેશે.

ઓફરની બધી પ્રાપ્તિઓ નવા ઈશ્યુની પ્રાપ્તિઓ તરીકે કંપનીમાં આવશે.

હેમ સિક્યુરિટીઝ લિમિટેડ ઓફરની બુક રનિંગ લીડ મેનેજર (“બીઆરએલએમ”) છે. નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગ વર્કસ લિમિટેડના ઈક્વિટી શેરો બીએસઈના એસએમઈ એક્સચેન્જ પર લિસ્ટેડ થવાનું પ્રસ્તાવિત છે.

નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગ વર્કસ લિમિટેડ વિશેઃ

નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગ વર્કસ લિમિટેડ મરીન ક્રાફ્ટ્સ અને મરીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં સમારકામ અને જાળવણી/ રિફિટ્સ સાથે ડ્રેજિંગ માટે મરીન ક્રાફ્ટ્સ વસાવવાના અને સંચાલન કરવાના વેપારમાં સંકળાયેલી છે. ગ્રુપે વર્ષ 2013માં કમલ મરીન એન્ડ એન્જિનિયરિંગ વર્કસ પ્રાઈવેટ લિમિટેડના નામ હેઠળ તેનો વેપાર શરૂ કર્યો હતો, જે મરીન ક્રાફ્ટ્સનાં સમારકામ/ રિફિટ્સનાં કામે હાથમાં લે છે.

મરીન એન્જિનિયરિંગમાં અનુભવ અને સક્ષમ નાણાકીય વૃદ્ધિના બે વર્ષ સાથે ગ્રુપે મુંબઈમાં વડામથક સાથે નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગ વર્કસ પ્રાઈવેટ લિમિટેડની ફ્લેગશિપ હેઠળ નાનાં ક્રાફ્ટ્સ વસાવવાનું અને સંચાલન કરવાનું વિસ્તાર્યું હતું. વર્ષોનાં વહાણાં વીતવા સાથે કંપની ભારતમાં સ્મોલ ક્રાઉટ વેપાર ક્ષેત્રમાં સ્થાપિત ખેલાડી બની છે અને નાના જહાજના સમારકામના એકમાંથી જહાજ વસાવતી કંપનીમાં ઉત્ક્રાંતિ પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.