અનુપમ રસાયણનો IPO શુક્રવાર, 12 માર્ચ, 2021ના રોજ ખુલશે
અમદાવાદ, સુરત સ્થિત કસ્ટમ સિન્થેસિસ અને ઉત્પાદન કેન્દ્રિત સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડ (“કંપની” અથવા “અનુપમ રસાયણ”),તેના ઇક્વિટી શેર્સની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (“ઇશ્યુ”/ “આઈપીઓ”)ના અનુસંધાનમાં તેની બિડ/ઓફર શુક્રવાર, 12 માર્ચ, 2021ના રોજ ખુલ્લી મૂકશે અને મંગળવાર, 16 માર્ચ, 2021ના રોજ બંધ કરશે.
ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર Rs.553.00–Rs.555.00 નક્કી કરવામાં આવી છે. કંપની બૂક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”)ની સલાહ સાથે, એન્કર રોકાણકારોની ભાગીદારી વિચારી શકે છે, જે બિડ/ઓફરની ખુલવાની તારીખના એક કાર્યકારી દિવસ પહેલા એટલે કે બુધવાર, 10 માર્ચ, 2021ના રોજ થશે.
ઇક્વિટી શેર્સનો આ સંપૂર્ણ ફ્રેશ ઇશ્યુ કુલ મળીને Rs.7,600 મિલિયનનો છે, અને તેને બીએસઈ લિમિટેડ (“બીએસઈ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા લિમિટેડ (“એનએસઈ”) પર લિસ્ટ કરવામાં આવશે. કંપની ચોખ્ખી ઉપજનો ઉપયોગ કંપનીએ લીધેલા ચોક્કસ દેવાની ચુકવણી/પૂર્વ ચુકવણી કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની વિચારણા રાખે છે.
અનુપમ રસાયણ એ ભારતમાં સ્પેશ્યાલિટી કેમિકલ્સના કસ્ટમ સિન્થેસિસ અને ઉત્પાદનમાં રોકાયેલી અગ્રણી કંપનીઓમાંની એક છે (સ્ત્રોત: 14 ડિસેમ્બર, 2020ની તારીખનો “પાક રક્ષણ, ફાર્માસ્યુટિકલ્સ અને કસ્ટમ સંશ્લેષણ અંગેનો સ્વતંત્ર બજાર અહેવાલ” (“F&S રિપોર્ટ”), જેને ફ્રોસ્ટ એન્ડ સુલિવાન દ્વારા તૈયાર અને બહાર પાડવામાં આવ્યો છે
અને કંપની દ્વારા ઇશ્યૂના સંબંધમાં તેની પાસે તૈયાર કરાવવામાં આવ્યો હતો અને તેની ચૂકવણી કરવામાં આવી હતી). કંપની પાસે બે વિશિષ્ટ માળખા છે, એક લાઇફ સાયન્સ સંબંધિત વિશિષ્ટ રસાયણો છે જેમાં એગ્રોકેમિકલ્સ, પર્સનલ કેર અને ફાર્માસ્યુટિકલ્સથી સંબંધિત ઉત્પાદનોનો સમાવેશ થાય છે,
અને બીજું સ્પેશ્યાલિટી કેમિકલ્સ જેમાં સ્પેશ્યાલિટી પિગમેન્ટ અને ડાઇઝ તથા પોલિમર એડિટિવ્સ સામેલ છે. અનુપમ રસાયણેસિન્જેન્ટા એશિયા પેસિફિક પ્રાઈવેટ, સુમિટોમો કેમિકલ કંપની લિમિટેડ અને યુપીએલ લિમિટેડ સહિત વિવિધ મલ્ટિનેશનલ કોર્પોરેશનો સાથે મજબૂત અને લાંબા ગાળાના સંબંધો વિકસાવ્યા છે,
જેણે કંપનીને તેની પ્રોડક્ટની ઓફરિંગ્સ અને ભૌગોલિક પહોંચને યુરોપ, જાપાન, યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત સુધી વિસ્તૃત કરવામાં મદદ કરી છે. 31 ડિસેમ્બર, 2020 સુધીમાં, કંપની ભારતમાં ગુજરાત સ્થિત છ બહુ-હેતુક ઉત્પાદન સુવિધાઓનું સંચાલન કરે છે, જેમા ચાર સુવિધાઓ સચિન, સુરતમાં અને બે સુવિધાઓ ઝગડિયા, ભરૂચ, ગુજરાતમાં આવેલી છે.