Western Times News

Gujarati News

જાલીયાના જંગલમાં આગ ભભૂકતા વનરાજી ખાખ, આગ ગામ તરફ પ્રસરતા લોકોમાં ફફડાટ

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લા વનવિભાગ તંત્ર અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલમાં લાગતી રહસ્યમય આગ નું કારણ શોધવામાં તદ્દન વામણું પુરવાર થતા વનવિભાગ તંત્ર નિષ્ફળ તંત્ર બની રહ્યું છે જીલ્લામાં ઉનાળાની ઋતુનું દબાતા પગે આગમન થઇ રહ્યું હોવાની સાથે અરવલ્લીની ગીરીમાળાઓમાં આગ લાગવાની ઘટનાઓનો પણ પ્રારંભ થઇ ચુક્યો છે મેઘરજના બેડઝ ગામના ડુંગર પર આગ લાગવાની ઘટના તાજી છે ત્યારે જાલીયા નજીક આવેલા જંગલમાં ભીષણ આગ લાગતા વનરાજી બળીને ખાખ થઇ ગઈ હતી ગામ તરફ પવનના કારણે આગ ગામ તરફ પ્રસરતા ગામલોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે ફાયર ફાયટર અને વનવિભાગ તંત્રએ આગ પર કાબુ મેળવવા ભારે પ્રયાસ હાથધર્યા હતા

મોડાસા-શામળાજી રોડ પર બોલુન્દ્રા ગામ નજીક આવેલા જાલીયાના જંગલમાં સોમવારે બપોરે અચાનક આગ ભભુકી ઉઠતાં ધુમાડાના ગોટેગોટ નીકળતાં સ્થાનીકોમાં તેમજ વનવિભાગના કર્મીઓ આગ બુઝાવવા ઘટના સ્થળે દોળી પહોચ્યા હતા પરંતુ આગે વિક્રાળ સ્વરૃપ ધારણ કર્યુ હોવાથી જોતજોતામાં જંગલમાં રહેલી વનરાજી બળીને ખાખ થઇ ગઈ હતી પવનની ગતી ગામ તરફ હોવાથી આગ ગામ તરફ પ્રસરવાની દહેશત પેદા થતા લોકોમાં ચીંતાના વાદળ ઘેરાયા હતા ફાયર ફાયટર અને વનવિભાગ તંત્રએ જંગલમાં લાગેલી ભીષણ આગને કાબુમાં લેવા ભારે જનમહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ આગ લાગવાનુ ચોક્કસ કારણ જાણવા મળ્યુ નહતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.