ઉલ્ટા ચશ્મામાં શું કારણથી કલાકારો શો છોડી રહ્યા છે
મુંબઈ: દર્શકોનો ફેવરિટ કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા લાંબા સમયથી લોકોને એન્ટરટેન કરી રહ્યો છે. ટીઆરપી મામલેપણ આ શો હમેશાં ટોપમાં રહે છે. પરંતુ દરેકને હંસાવનારો આ શો ઘણી વખત વિવાદોમાં પણ રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ શો ખૂબ જ ચર્ચામાં રહ્યો છે.
જેની પાછળનું કારણ તો લોકો સામે નથી આવી રહ્યું પરંતુ એવું કહેવામાં આવે છે કે સીરિયલના નિર્માતા અસિત કુમાર મોદીના વ્યવહારને કારણે પણ વિવાદ સર્જાય છે. તારક મેહતા શોથી નેહા મેહતા દૂર થઈ ગઈ છે. તેના પછી સોઢીનું પાત્ર ભજવી રહેલાં કલાકાર ગુરૂચરણ સિંહે પણ શો છોડી દીધો છે. એવામાં હવે સવાલ એ થઈ રહ્યાં છે કે આટલા જુના કલાકારો આવી રીતે કેમ શો છોડી રહ્યાં છે ? હવે આ તમામ સવાલો ઉપર તારક મેહતાની નવી અંજલી મેહતા બનેલી સુનૈના ફૌજદારે જવાબ આપ્યો છે.
તેણે એક ખાનગી ન્યૂઝ ચેનલને જણાવ્યું કે હકીકતઆ તમામ અટકળો કરતા અલગ જ છે. સુનૈના માને છે કે અસિતકુમાર મોદી ખૂબ જ સામાન્ય માણસ છે અને કલાકારોને ક્યારેય પણ તેમના તરફથી કોઈ જ પ્રોબ્લેમ આવ્યો નથી. આ વિશે વધુમાં તેણે કહ્યું , આ અફવાઓ કોણ ફેલાવી રહ્યું છે મને ખબર નથી. પરંતુ હું પોતે અસિત સરના કારણે તારક મેહતાનો ભાગ બની શકી છું.
તેમણે હંમેશા મને એક બાળકની જેમ ટ્રીટ કરી છે. એ સેટ ઉપર ક્યારેક જ આવે છે. પરંતુ તે હંમેશા મને પૂછે છે કે હું ઠીક છું અને મારે કોઈ વસ્તુની જરૂર નથી ને ? સુનૈનાએ વધુમાં જણાવતા કહ્યું કે અસિતકુમાર મોદી ક્યારેય પણ રાજનીતિમાં ફસાતા નથી. તે હંમેશા પોતાને તમામ વિવાદોથી દૂર રાખે છે. જેમ શિપના કેપ્ટન હોય છે તેમ જ બીજા લોકો બિહેવ કરે છે.
આટલા બધાં એક્ટર્સને હેન્ડલ કરવા કોઈ મજાક નથી. તે એકદમ સામાન્ય છે. એવામાં તેમને આ અફવાઓ વિશે કોઈ જ ખ્યાલ નથી હોતો. ઉલ્લેખનીય છે કે તારક મેહતામાં ઘણાં સમયથી દયા બેનની એન્ટ્રી પણ થઈ નથી અને દિશા વાકાણીએ પણ શોથી અંતર બનાવી લીધું છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેના એગ્રીમેન્ટને લઈને કોઈ પ્રોબ્લેમ છે જે નિર્માતા તરફથી કોઈ ઉકેલ લાવવામાં આવી રહ્યો નથી, તો નિર્માતા દાવો કરી રહ્યાં છે કે દિશા પોતે જ સમાધાન કરવા માટે તૈયાર નથી.