તમિલનાડુમાં કમલ હાસનની પાર્ટી ૧૫૪ બેઠકો પર ચુંટણી લડશે
ચેન્નાઇ: અભિનેતાથી નેતા બનેલ કમલ હાસનની પાર્ટી મકકલ નીડિ માઇમ(એમએનએમ)એ આગામી વિધાનસભા ચુંટણી માટે પોતાના ગઠબંધન સાથીઓની સાથે બેઠકોની ફાળવણીની વ્યવસ્થાને અંતિમ રૂપ આપી દીધુ છે અને તે ૨૩૪ બેઠકોમંથી ૧૫૪ બેઠકો પર ચુંટણી લડશે બાકીની ૮૦ બેઠકો પર તેના બે સાથી ચુંટણી લડશે
જાે કે સત્તાવાર રીતે હાસને બેઠકોની ફાળવણીની વ્યવસ્થા જારી કરી નથી એ યાદ રહે કે એમએનએમે ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં લગભગ ચાર ટકા મત હાંસલ કર્યા હતાં જયારે તેનો હિસ્સો શહેરી વિસ્તારમાં ૧૦ ટકા હતો.
હાસનની પાર્ટીએ ડીએમકે પર પોતાના ઘોષણા પત્રથી સાહિત્યિક ચોરી કરવાનો આરોપ લગાવ્ય છે હાસને કહ્યું કે ડીએમકેએ સ્પષ્ટ રીતે એમએનએમના ઘોષણાપત્રથી સાહિત્યિક ચોરી કરી છે ડીએમકેએ તેનો સ્વીકાર કરવો જાેઇએ એ યાદ રહે કે તમિલનાડુમાં છ એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થનાર છે જયારે મતોની ગણતરી ૨ મેના રોજ થશે રાજયમાં કોંગ્રેસ ડીએમકે અને ભાજપ અન્નાડીએમકે ગઠબંધન મુખ્ય પાર્ટીઓ છે. હાલમાં ચુંટણી પ્રચાર જાેરશોરથી ચાલી રહ્યો છે