Western Times News

Gujarati News

મોહન ડેલકર આપઘાત કેસમાં ગુજરાતના ભાજપ નેતાનું નામ આવતા ખળભળાટ

મુંબઇ: સાંસદ મોહન ડેલકરની સ્યુસાઈડ નોટમાં દાદરા અને નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ ખોડા પટેલ તથા ભાજપના બીજા નેતાઓના નામ સામે આવતા ખળખળાટ મચ્યો છે.મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે વિધાનસભામાં જણાવ્યું કે મોહન ડેલકરે તેમની સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે તેઓ મુંબઈમાં આપઘાત કરી રહ્યાં છે કારણ કે તેમને લાગતું હતું કે ફક્ત મહારાષ્ટ્ર સરકાર તેમને ન્યાય અપાવી શકશે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરના મોત કેસની તપાસ સીટ પાસે કરાવવાની જાહેરાત કરી છે. મોહન ડેલકરે સ્યુસાઈડ નોટમાં ઘણા ભાજપ નેતાઓ અને પ્રશાસક પ્રફુલ્લ પટેલના નામનો ઉલ્લેખ કર્યો છે.મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના જણાવ્યાનુસાર મોહન ડેલકરે તેમની આપઘાતની નોટમાં લખ્યું હતું કે દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ તેમની પારાવાર હેરાનગતિ કરી રહ્યાં છે અને તેઓ તેમને દબાણ કરી રહ્યાં છે.ડેલકરે કહ્યું હતું કે મને પ્રફુલ્લ પટેલ તરફથી સતત ધમકીઓ મળી રહી હતી. પ્રફુલ્લ પટેલ મને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી રહ્યાં હતા. ડેલકરની પત્ની અને પુત્રે પણ આ ચિંતા વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો.

મોહન ડેલકર આપઘાત કેસની તપાસ સીટ દ્વારા કરાવવાના મહારાષ્ટ્ર સરકારના ર્નિણય પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા શિવસેનાના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું કે મહહારાષ્ટ્ર સરકારે સારુ પગલું ભર્યું છે. ભાજપના કેટલાક નેતાઓના દબાણને કારણે સાંસદને આપઘાત કરવાની ફરજ પડી છે. તેમણે કહ્યું કે ખેદજનક છે કે કેન્દ્ર સરકારે બીજા આપઘાત કેસમાં સીબીઆઈ અને બીજી એજન્સીઓની તપાસમાં જે રીતે ઉતાવળ કરી તેવી ઉતાવળ મોહન ડેલકર કેસમાં કરાઈ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.