પહેલાં ખરાબ મેસેજ આવ્યા અને પછી ૧.૨૦ લાખ ગુમાવ્યા
અમદાવાદ: દરેક યુવતી જ્યારે કોઈ પુરૂષ સાથે મિત્રતાના સંબંધ બાંધે છે ત્યારે પરિવારજનો તેની ચિંતા કરતા હોય છે. કારણકે યુવતીઓ સાથે મિત્રતા કરી કેટલાય યુવકો તેનો ગેરફાયદો અલગ અલગ રીતે ઉપાડે છે. આવો જ એક કિસ્સો શહેરના નવરંગપુરા પોલીસના ચોપડે નોંધાયો છે.
એક યુવતી કે જેને ઇન્સ્ટાગ્રામ પર ખરાબ મેસેજાે આવતા તેણે યુવક મિત્રની મદદ લીધી હતી. પણ બાદમાં આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા આ જ યુવક મિત્ર આરોપી નીકળ્યો અને તેની પોલીસે ધરપકડ પણ કરી હતી. આ યુવક મિત્રએ માત્ર મેસેજાે જ કરવાનો ગુનો કર્યો હોય તેવું નહોતું પણ મદદના બહાને યુવતીનો ફોન એક દિવસ પોતાની પાસે રાખી મોબાઈલ હેક કરી ક્યુઆર કોડ સ્કેન કરાવી એક બાદ એક ટ્રાન્ઝેક્શન કરી ૧.૨૦ લાખ ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હતી. યુવતીએ આ અંગે પણ પોલીસને અરજી આપી હતી
જે બાબતે હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સૈજપુર બોઘા ખાતે રહેતા રીનાબહેન રાઠોડ નવરંગપુરા ખાતે આવેલી એક હોસ્પિટલમાં નોકરી કરે છે. તેમનું એક ખાનગી બેંકમાં એકાઉન્ટ છે અને તેનો ઉપયોગ તે એકલા કરે છે. સાથે સાથે તેઓ ગૂગલ પેનો ઉપયોગ કરતા હોવાથી તે એકાઉન્ટ બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરેલું છે. ગત ૧.૯.૨૦૨૦ ના રોજ તેઓ તેઓ સાંજે નોકરીએથી ઘરે જતા હતા.
ત્યારે નવરંગપુરા બસસ્ટેન્ડ પાસે પહોંચતા જ એકાઉન્ટની વિગત ફોનમાં જાેતા માત્ર બે હજાર રૃપિયા બેલેન્સ હતું. જાેકે હકીકતમાં ૧.૧૫ લાખ રૂપિયા બેલેન્સ હતું. પણ બાકીના નાણાં એકાઉન્ટમાંથી ગાયબ થતા તેઓ ઓફિસે પહોંચ્યા અને બેંકના કસ્ટમર કેરમાં ફોન કરી એકાઉન્ટ બ્લોક કરાવી દીધું હતું. બીજે દિવસે રીનાબહેન બેંકમાં ગયા હતા જ્યાં એકાઉન્ટનું સ્ટેટમેન્ટ કઢાવ્યું હતું. જેમાં જાેતા ઓગસ્ટ માસમાં છ હજાર જય ચૌહાણ નામના વ્યક્તિના એકાઉન્ટમાં પેટીએમથી ટ્રાન્સફર થયા હતા.
બાદમાં સ્ટેટમેન્ટ વિગતવાર જાેતા અલગ અલગ તારીખો દરમિયાન અનેક રૂપિયા અલગ અલગ વ્યક્તિ કે કોઈ કંપનીમાં ટ્રાન્સફર થયા હોવાનું જણાયું હતું. આ નાણાં ટ્રાન્સફર તો થયા પણ રીના બહેનને કોઈ મેસેજ ન આવતા તેઓને આ દરમિયાન જાણ જ થઈ નહોતી. અમુક નાણાં જય ચૌહાણ નામના વ્યક્તિના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા તે જય ચૌહાણ અન્ય કોઈ નહિ પણ રીનાબહેનનો જ મિત્ર છે. જેને તેઓ બે વર્ષથી ઓળખે છે. જય હર્બલ લાઈફ કંપનીમાં નોકરી કરે છે અને નરોડા પાર્શ્વનાથ ટાઉનશીપ ખાતે રહે છે. રીનાબહેન અને જય અવાર નવાર સ્વસ્તિક રોડ પર મળતા પણ હતા.