Western Times News

Gujarati News

બાળકો માટે મને ચૂપ રહેવા કહેવાયું હતું : શ્વેતા તિવારી

મુંબઈ: કસૌટી જિંદગી કી’માં પ્રેરણા શર્માનો રોલ કરીને ઘરે-ઘરે જાણીતી થનારી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ ૨૦ વર્ષની દીકરી પલક તિવારીને ઉદ્દેશીને ખાસ પત્ર લખ્યો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (૮ માર્ચ) પર શ્વેતા તિવારીએ ઘરેલુ હિંસાના મહત્વના મુદ્દાને ઉઠાવ્યો હતો અને આનો શિકાર બનેલી મહિલાઓને પોતાના માટે અવાજ ઉઠાવવાની વાત કરી હતી. વિડીયોમાં શ્વેતા તિવારીએ જણાવ્યું છે કે કેવી રીતે તેણે ઘરેલુ હિંસા સામે પહેલું કદમ ઉઠાવ્યું હતું. તેણે પોતાના માટે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને બાળકોના ભવિષ્ય વિશે વિચારવાનું કહીને રોકવામાં આવી હતી. શ્વેતાએ કહ્યું, ‘જ્યારે મેં ઘરેલુ હિંસા સામે પહેલું પગલું ભર્યું ત્યારે ઘણાં લોકોએ ઘણું બધું કીધું હતું અને આજે પણ કહે છે.

મને મારા બાળકોનો વિચાર કરવાનું કહેવાયું હતું. દીકરી વિશે વિચાર કરવાનું કહ્યું હતું. પણ ના, મેં જે કંઈ કર્યું તેનાથી મારી દીકરી વધુ હોંશિયાર અને મજબૂત બની છે. તેને સાચા-ખોટાનો ભેદ ખબર પડે છે. મેં જીવનમાં ઘણાં ઉતાર-ચડાવ જાેયા છે. જીવનમાં હું જ્યારે પણ નબળી પડી

ત્યારે મેં હિંમત ભેગી કરી અને જે સાચું હતું તેના માટે ઊભી રહી અને એ પણ મારી દીકરી માટે. મારી દીકરી મારા જીવનના સારા-નરસા તબક્કામાં મારી સાથે રહી છે અને આજે વધુ મજબૂત બની છે”, તેમ શ્વેતાએ ઉમેર્યું. જાે કે, શ્વેતાનું માનવું છે કે, આજે તેની દીકરી પલક મજબૂત અને હોંશિયાર છે કારણકે તેણે જે-તે સમયે યોગ્ય ર્નિણય લીધા હતા. શ્વેતાએ પોતાની દીકરીને હંમેશા હિંમતથી કામ લેવાની તેમજ પોતાના માટે અવાજ ઉઠાવવાની સલાહ આપી છે. શ્વેતાએ આગળ કહ્યું,

“હું કદાચ કાયમ તારું સુરક્ષા કવચ બનીને તારી આસપાસ નહીં હોઉં. પરંતુ મને આશા છે કે મારા અનુભવો અને સાચા પગલાં તારા જીવનમાં માર્ગદર્શક બને. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ અને નૈતિકતા પ્રાપ્ત થાય. શ્વેતાએ તમામ મહિલાઓને પણ ઘરેલુ હિંસા સામે અવાજ ઉઠાવવાની સલાહ આપી છે. શ્વેતાએ કહ્યું- ‘ઘરેલુ હિંસાનો શિકાર બન્યા હો ત્યારે મૂંગા મોંઢે સહન ના કરો. અવાજ ઉઠાવો, કંઈ નહીં તો તમારી દીકરી માટે બોલો. જેથી ન કરે નારાયણને કોઈવાર એના જીવનમાં આવી મુશ્કેલી આવે તો તે મજબૂતાઈથી સામનો કરી શકે. હું તમને સૌને જીવનનની લડાઈઓ લડવામાં શક્તિ, હિંમત અને નૈતિકતા પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા પાઠવું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.