બાયડના શિવાલયો હર હર મહાદેવ ૐ નમઃ શિવાય ના નાદથી ગુંજી ઉઠ્યા
આજે મહાશિવરાત્રી બાયડના ઋણમુક્તેશ્વર મહાદેવ વૈજનાથ મહાદેવ બાયડ ગામમાં સોમનાથ મહાદેવ વાત્રકમાં આવેલા ધારેશ્વર મહાદેવ મંદિરના દ્વારે વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદ સાથે શિવ ભક્તો નો સમૂહ જોવા મળ્યો હતો મહાશિવરાત્રીના પાવન દિવસે મહાદેવ ની આગળ શીસ ઝુકાવી પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા જ્યારે ઋણમુક્તેશ્વર મહાદેવ માં શિવલિંગ ઉપર મહાદેવનું કવર ચડાવતા શિવજી અહલાદક મુદ્રામાં જોવા મળ્યા હતા કોરોના ની ગાઈડલાઈન ના પાલન સાથે શિવભક્તો મંદિર પરિસર માં નજરે પડ્યા હતા
ઋણમુક્તેશ્વર મહાદેવ માં શિવ ભક્તો ના હર હર મહાદેવ ઓમ નમઃ શિવાયના નાદથી મંદિર પરિસરમાં શિવમય વાતાવરણ જોવા મળ્યું હતું કોરોના મહામારી ના કારણે દરેક મંદિર દ્વારા માસ્ક પહેરીને મંદિર માં આવવા અને જરૂરી ડિસ્ટન્સ જાળવવા શિવ ભક્તોને કોરોના ની ગાઈડલાઈન મુજબ શાંતિપૂર્વક દર્શન કરવા જણાવવામાં આવ્યું હતું
જ્યારે દરેક શિવ ભક્ત મહાશિવરાત્રીના દિવસે શિવજીને રીઝવવા માટે દૂધ બિલિપત્ર કાળા તલ કમળના ના પુષ્પો વિવિધ સામગ્રી લઈને ભક્તો શિવજીના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા અને શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હતા