Western Times News

Gujarati News

પ્રાંતિજ ખાતે શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદાની સવારી નિકળી હતી

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઇવે આઠ ઉપર આવેલ શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદાની દરવર્ષ ની જેમ આ વર્ષેપણ મંદિર ના વ્યવસ્થા સ્થાપકો દ્રારા વાજતે ગાજતે સવારી કાઢવામાં આવીહતી જેમાં શિવભકતો દ્રારા શ્રી માલ્કડેશ્વર દાદાની પધરામણી ધરે કરાવી આરતી ઉતારી પ્રસાદ વહેચી ધન્યતા અનુભવી હતી.

 નેશનલ હાઇવે આઠ ઉપર આવેલ પાંડવો ના સમયથી અતિ પ્રાચીન મંદિર શ્રી માલ્કડેશ્વર મહાદેવ ની દરવર્ષ ની જેમ શિવરાત્રી ના દિવસે પાલખી સ્વરૂપે નગરયાત્રા કાઢવામાં આવીહતી અને અગાઉ થી નોંધણી થયેલ શિવભકતો ના ધરે દાદાની પધરામણી કરવામાં આવીહતી જયારે શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદાની સવારી વર્ષ માં બે વખત નિકળે છે.જેમાં શિવરાત્રી તથા જન્માષ્ટમી એમાં શિવરાત્રી ના દિવસે દાદાની સવારી નાનીભાગોળ , બજારચોક તથા ગામના અંદર ના રૂટો માં જાયછે

જયારે જન્માષ્ટમી ના દિવસે હાઇવે એપ્રોચરોડ થી ભાંખરીયા વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટી ઓમાં તથાદુકાનો માં પધરામણી થાયછે.આમ આવર્ષે પણ શ્રી માલ્કડેશ્વર દાદાની સવારી દરવર્ષ ની જેમ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નિકળી હતી અને દાદાએ ભક્તોના ધરે ધરે જઇ આશીવાર્દ આપ્યાહતા.જયારે ભકતો દ્રારા દાદાની પધરામણી કરાવી દાદાની આરતી ઉતારી પોતે ધન્યતા અનુભવી હતી

દરવર્ષ દાદાની પાલખી ભૂદેવો તથા પટેલ સમાજ ના યુવાનો દ્રારા નિયત સમયે અને અગાઉ નકકી કરેલ રૂટ ઉપર થઇ દાદાની સવારી ભકતો ના ધરે ધરે લઇ જવામાં આવેછે અને સંધ્યાકાળ પહેલાં દાદા સવારી પરત મંદિરમાં પહોચી જાય છે  જોકે કોરોનાની મહામારી ને લઈ ને માસ્ક તથા સોશિયલ ડીસ્ટન સાથે દાદાની પાલખી નિકળી હતી અને પાલખી મા ફરજીયાત માસ્ક પહેરેલ શિવભકતો જોવા મળ્યા હતા .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.