Western Times News

Gujarati News

બીજા લગ્ન કરવા વૃદ્ધ જિદ પકડી વીજળીનાં થાંભલા પર ચડ્યા

વૃદ્ધ આત્મહત્યા કરવાના ઈરાદાથી ૧૧૦૦૦ વોલ્ટવાળા વીજળીના થાંભલા પર ચડી ગયો, વૃદ્ધ ૫ બાળકોનો પિતા

ધૌલપુર, તાજેતરમાં જ એક ઘટના સામે આવી હતી જેમાં એક પતિ થાંભલા પર ચડી ગયો હતો. હકીકતમાં તેની પત્ની તેને જાણ કર્યા વગર જ ક્યાંક ચાલી ગઈ હતી. જેથી આ મહાશયને ગુસ્સો આવતા તે થાંભલા પર ચડી ગયો હતો. હવે આવી જ એક ઘટના સામે આવી છે રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાંથી.

અહીં એક પાંચ બાળકોના પિતા જેની ઉંમર ૬૦ વર્ષની આસપાસ છે. આ વૃદ્ધ આત્મહત્યા કરવાના ઈરાદાથી ૧૧૦૦૦ વોલ્ટેજવાળી વીજળીના થાંભલા પર ચડી ગયો. ન્યૂઝ અનુસાર આ વૃદ્ધ બીજા લગ્ન કરવા ઈચ્છે છે. થાંભલા પર ચડીને તે પોતાના પરિવાર પર પ્રેશર લાવવા ઈચ્છતો હતો.

જ્યારે આ વૃદ્ધની હરકતની જાણ ગામવાસીઓને થઈ તો દરેકને આશ્ચર્ય થયુ હતું. જાેકે, જે સમયે આ વૃદ્ધ થાંભલા પર ચડ્યો ત્યારે કરંટ નહોતો જેથી મોટી દુર્ઘટના થતાં ટળી હતી. વીજળીઘરના કર્મચારીઓને જ્યારે આ વાતની જાણ થઈ તો તેમણે પરિવારને આ બાબતની જાણકારી આપી હતી. તરત જ વીજળી વિભાગે એક્શન લેતા કનેક્શન કાપ્યા હતાં.

ઘણી જ મુશ્કેલીથી આ વૃદ્ધને વીજળીના થાંભલાથી નીચે ઉતારવામાં આવ્યા હતાં. આ ઘટના રવિવારે બની હતી. ચાર વર્ષ પહેલા વૃદ્ધની પત્નીનું દેહાંત થયુ હતું. તેના ત્રણ દીકરા અને બે દીકરીઓ પણ છે. પાંચ બાળકોના લગ્ન થઈ ચૂક્યા છે અને તે દાદા-નાના પણ બની ચૂક્યો છે. સોશિયલ મીડિયા પર તેનો થાંભલા ચડવાનો વિડીયો પણ વાઈરલ થઈ રહ્યો છે.

મનીયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સુમન કુમારે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઈરલ થયો હતો. જે વિશે જાણકારી મેળવવામાં આવી હતી. જાણ થઈ કે ૬૦ વર્ષના બુઝુર્ગ પોતાના છોકરાઓ સાથે બીજા લગ્નની વાતને લઈને નારાજ થઈ ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.