Western Times News

Gujarati News

અમદાવાદમાં બે લાખ નાગરીકોએ કોરોના વેકસીન લગાવી

પ્રતિકાત્મક

૩૦ હજાર હેલ્થ વર્કર અને ૬ હજાર ફ્રન્ટ લાઈન વર્કરોએ બીજાે ડોઝ લીધો -બે ડોઝ લીધા બાદ તબીબ કોરોના પોઝીટીવ

(પ્રતિનિધિ) અમદાવાદ, રાજયમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યુ છે. અમદાવાદ અને સુરત શહેરમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક હદે વધી રહયા છે કોરોનાને નિયંત્રણમાં લેવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાના ચુસ્ત અમલ માટે સ્થાનિક કક્ષાએ પુરતા પ્રયાસ થઈ રહયા છે સાથે- સાથે કોરોના રસી આપવાની કામગીરી પણ ચાલી રહી છે એક અંદાજ મુજબ અમદાવાદ શહેરમાં બે લાખ જેટલા નાગરીકોને વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે.

અમદાવાદ, રાજયમાં કોરોના રસીકરણની કામગીરી પુરજાેશથી ચાલી રહી છે વેકસીનના બે ડોઝ લીધા બાદ એન્ટીબોડી ડેવલપ થાય છે તેમજ કોરોના સામે રક્ષણ મળે છે પરંતુ અમદાવાદ શહેરની એક નામાંકિત હોસ્પીટલના એક મહીલા તબીબ વેકસીનના બે ડોઝ લીધા બાદ કોરોના સંક્રમિત થયા હોવાના અહેવાલ બહાર આવ્યા છે.

મ્યુનિ. આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીને ફોન કરતા તેમણે તપાસ કરવા જણાવ્યુ હતુ. અત્રે નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ ગાંધીનગર જિલ્લાના દહેગામમાં પણ કોરોનાના બે ડોઝ લીધા બાદ કોરોના સંક્રમિત થયા હોવાની વિગતો બહાર આવી હતી.

શહેરમાં કોરોના રસીકરણની પ્રક્રિયા પુરજાેશથી ચાલી રહી છે મ્યુનિ. કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટરો તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ રસી માટે કોરોના હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરને પ્રાથમિકતા આપવામાં આવી છે.

ત્યારબાદ ૬૦ કે તેથી વધુ વય ધરાવતા નાગરીકો અને ૪પ વર્ષથી વધુ વયની સાથે સાથે અન્ય બિમારી હોય તેમને પણ રસી આપવામાં આવે છે. મ્યુનિ. આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યા મુજબ અમદાવાદમાં ૬પ હજાર હેલ્થકેર વર્કરોને રસી આપવામાં આવી છે. જે પૈકી ૩૦ હજારને બીજાે ડોઝ પણ આપવામાં આવ્યો છે.

જયારે અંદાજે ર૮ હજાર ફ્રન્ટલાઈન વર્કરોને રસી આપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે. જે પૈકી ૬ હજાર ફ્રન્ટલાઈન વર્કરો બીજાે ડોઝ પણ લઈ ચુકયા છે. શહેરના ૬પ હજાર સીનીયર સીટીઝન્સને (૬૦કે તેથી વધુ વય) કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જયારે ૪પ વર્ષથી વધુ વયના કો-મોર્બિડ કહી શકાય તેવા ૬પ૦૦ દર્દીઓને પણ રસી આપવામાં આવી છે.

શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા રપ હજાર કર્મચારીઓને પણ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. રાજય સરકારે ખાનગી હોસ્પિટલમાં રસી માટે રૂા.રપ૦ ના ભાવ નકકી કર્યા છે તેમ છતાં નાગરીકો મોટી સંખ્યામાં રસી મુકાવી રહયા છે. અત્રે નોંધનીય છે કે રસીકરણની શરૂઆત કરતા પહેલા તંત્ર દ્વારા ડોર ટુ ડોર સરવે કરવામાં આવ્યો હતો જેમાં પ૦ વર્ષ કે તેથી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.