Western Times News

Gujarati News

મનોજ બાજપેયીની ફિલ્મ ‘ભૈયા જી’નું ખૂંખાર ટ્રેલર રીલીઝ

મુંબઈ, મનોજ બાજપેયી એની દમદાર એક્ટિંગથી લોકોને ફિદા કરી દે છે. પોતાની એક્ટિંગથી લાખો લોકોને દિલમાં રાજ કરનાર મનોજ બાજપેયીએ એમની એક અલગ જ ઓળખ બનાવી છે.

મનોજ બાજપેયીએ ‘ધ ફેમિલી મેન’, ‘સત્યા’, ગેંગ્સ ઓફ વાસેપુર જેવી અનેક ફિલ્મોમાં નજરે પડ્યા અને દમદાર અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધુ. મનોજ બાજપેયીએ છેલ્લા ૩૦ વર્ષથી દમદાર રોલ નિભાવ્યો છે.જ્યારથી મનોજ બાજપેયીની નવી મુવીનું એલાન થયુ છે ત્યારથી ફેન્સ સુપર એક્સાઇટેડ થઇ ગયા છે. આ ફિલ્મનું નામ ભૈયા જી છે. આ ફિલ્મથી મનોજ તિવારીએ એક નવી શરૂઆત કરશે.

થોડા દિવસો પહેલાં ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યુ હતુ જેમાં એક્ટરે પોતાના અંદાજથી લોકોનું દિલ જીતી લીધુ છે. જો કે આજ રોજ ફિલ્મનું ખુંખાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.‘ભૈયા જી’ મુવીનું ટ્રેલર રિલીઝ થતાની સાથે છવાઇ ગયુ છે. આ ખૂંખાર ટ્રેલર જોઇને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે.

જો કે ટ્રેલર જોયા પછી ફેન્સ મુવીને લઇને સુપર એક્સાઇટેડ થઇ ગયા છે. ટ્રેલર જોઇને લોકો ફૂલ ટૂ વખાણ કરી રહ્યા છે. જો કે આ ફિલ્મને લઇને અનેક પ્રકારના લુક સામે આવ્યા છે જેમાં મોંમા બીડી, ગળામાં હાર જોવા મળી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.