Western Times News

Gujarati News

89 વર્ષનાં હસ્તુબહેન સંઘવીએ મતદાન કરી દાખવ્યો અનેરો ઉત્સાહ

અન્યોને પણ મતદાન કરવા કર્યો અગ્રહભર્યો અનુરોધ

અમદાવાદ, લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ને લઈ અમદાવાદ જિલ્લામાં આજ સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અસારવા – ૫૬ ખાતે પોલિંગ સ્ટેશન નંબર ૧ –

મોડલ પોલિંગ સ્ટેશન સર્કિટ હાઉસમાં મતદાન કરવા આવેલાં ૮૯ વર્ષીય હસ્તુબહેનમાં મતદાન કર્યાનો અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યા હતા. વયોવૃદ્ધ હસ્તુબહેને વહેલી સવારે જ મતદાન કરીને નાગરિક તરીકેની પવિત્ર ફરજ નિભાવી હતી અને અન્ય મતદારોને પણ અચૂક મતદાન કરવા આગ્રહભરી વિનંતી કરી હતી.

આ અંગે હસ્તુબહેનના પુત્ર કિશોર સંધવીએ જણાવ્યું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ મતદાન મથક પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે, એના લીધે મારાં માતુશ્રી આસાનીથી મતદાન કરી શક્યાં, એ જોઈને અમને ખૂબ આનંદ થયો.

મારી માતા ઉંમરલાયક હોવાની જાણ થતાં મતદાન મથક પર વ્હિલચેરની સુવિધા તરત ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. અમને તરત જ એક વ્યક્તિ વ્હિલચેર સાથે ફાળવી દેવામાં આવ્યા. એટલું જ નહીં, મારાં માતા સવારથી જ મતદાન કરવા માટે ઉત્સાહી હતાં અને અમને પણ મત આપવા જવાનું કહેતાં હતાં. જો ૮૯ વર્ષીય મારાં માતા મતદાન કરવા માટે ઉત્સાહી હોય તો તમામ મતદારોએ ઉત્સાહથી મતદાન કરવું જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.