Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીએ સાબરમતી આશ્રમ ખાતે વિઝીટર બુકમાં શું લખ્યું?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમ ખાતે વિઝીટર બુકમાં પોતાના અનુભવોનું વર્ણન કર્યું. કોઈ રાષ્ટ્રનું ભવિષ્ય ફક્ત ત્યારે જ ઉજ્જવળ હોય છે જ્યારે તે તેના ભૂતકાળના અનુભવો અને વારસાના ગૌરવ સાથે જોડાયેલો રહે, ગૌરવ અનુભવવા માટે ભારતનો સમૃદ્ધ ઇતિહાસ છે. તેથી, આઝાદીના 75 વર્ષનો આ પ્રસંગ અમૃતની જેમ વર્તમાન પેઢીને પ્રાપ્ત થશે: પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

 

ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી શરૂ થઈ ગઈ છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવીને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું કે, આપણે ઐતિહાસિક કાળ ખંડના સાક્ષી બની રહ્યા છીએ. 45 મિનિટના સંબોધન બાદ પીએમ મોદીએ દાંડીયાત્રાને ફ્લેગ ઓફ કર્યું હતું.

સાબરમતી ગાંધી આશ્રમથી પીએમ મોદીએ દાંડીયાત્રાનો ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો. આ દાંડી યાત્રા ગાંધી આશ્રમથી દાંડીપુલ, વાડજ સર્કલથી ગુજરાત વિદ્યાપીઠ પહોંચશે જ્યાં યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. ગુજરાત વિદ્યાપીઠ ખાતે યાત્રાનો પહેલો પડાવ હશે.

વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. જ્યાંથી પદયાત્રા આગળ વધી પાલડી કોચરબ આશ્રમ ખાતે બપોરે રોકાણ કરશે. બપોરે ભોજન અને આરામ બાદ યાત્રા આગળ પાલડી NID થઈ બહેરામપુરા, દાણીલીમડા, નારોલ, અસલાલી થઇ આગળ વધશે.

આ દાંડી યાત્રામાં 81 ગાંધી-અનુયાયીઓ જોડાયા છે અને 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એના પર જ આ યાત્રા આગળ વધી છે. આ માટે અમદાવાદમાં સાબરમતી આશ્રમ નજીક જ સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઈનો જે સમાધિ ‘અભય ઘાટ’ છે, ત્યાં એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

 

વડાપ્રધાન મોદીની સાંસદોને અમૃત મહોત્સવમાં સામેલ થવા અપીલ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.