શહેરમાં ઘી વેચવાના બહાને બે મહિલાએ લાખોની ચોરી કરી
અમદાવાદ: અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં રહેતી એક મહિલા બે ચોર મહિલાનો એવો શિકાર બની કે આ મહિલાઓને ઘરમાં બોલાવવી ભારે પડી ગઈ. આ મહિલા પહેલા ચાંદલોડિયા ખાતે રહેતા હતા બાદમાં ગોતા રહેવા ગયા હતા. જ્યાં અગાઉ ઘી વેચવા વાળા બહેને સંપર્ક કરી તેમના ઘરે પહોંચ્યા અને બાદમાં વાતોમાં ભોળવી તેમના ઘરમાં ચોરી કરી હતી. સમગ્ર મામલે સોલા પોલીસને જાણ કરાતા સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરના ગોતા માં આવેલા આઈસીબી પાર્કમાં રહેતા વિજયા બહેન પંચાલ ભાડેથી રહે છે. તેમના પરિવારમાં પતિ તથા એક દીકરો અને દીકરી છે.
પહેલા તેઓ ચાંદલોડિયા ખાતે રહેતા હતા. છેલ્લા બે-ત્રણ વર્ષથી તેઓ એક બહેન પાસેથી ઘી લેતા હતા. બાદમાં તેઓ ગોતા ખાતે રહેવા આવતા ઘી વેચવા વાળા બહેન સાથે સંપર્ક ઓછો થઈ ગયો હતો. ગત ૫મી માર્ચ ના બપોરે વિજયાબેન તેમના ઘરે હતા. ત્યારે તેમના મોબાઇલ ફોન પર એક બેનનો ફોન આવ્યો હતો તે બહેને જણાવ્યું કે હું તમારા ત્યાં ઘી વેચવા આવતી હતી તે બહેન બોલું છું, તમે ક્યાં રહેવા જતા રહ્યા તમારું સરનામું આપો હું તમારા ત્યાં ઘી વેચવા આવું અને મારે તમારું એક કામ છે. જેથી વિજયા બહેને બે મહિલાને પોતાના નવા ઘરનું સરનામું આપ્યું હતું.
બાદમાં બપોરે ઘી વેચવાવાળા આ બહેન તેમની સાથે બીજા એક બહેનને લઈને ઘર પાસે આવ્યા હતા અને વિજયા બેનને જણાવ્યું કે મારે તમારું એક કામ હતું મારી દીકરીના લગ્ન માટે મારે તમારી પાસેથી એક લાખ રૂપિયા જાેઈએ છે તો તમે મને થોડી મદદ કરો. જેથી વિજયાબેન એ જણાવ્યું કે મારી પાસે એટલા બધા પૈસા તો નથી પણ હું તમને દસ હજાર જેટલા રૂપિયા આપીશ. આ મહિલાની સાથે આવેલી અન્ય મહિલાએ જણાવ્યું કે હું તમારી પાસેથી પૈસા લઇને કઈ વસ્તુ આપીશ અને તેના બદલામાં રૂપિયા લઈશ. બાદમાં આ પ્રકારની વાતો માં વિજયાબેન ને વ્યસ્ત રાખ્યા હતા.
આ પ્રકારની વાતો દરમ્યાન ઘી વેચવા વાળી મહિલાની સાથે આવેલી અન્ય મહિલાએ વિજયાબેનના ઘરમાં ગઈ હતી અને બાદમાં અચાનક તે મહિલાના ઘરમાંથી નીકળતા જાેઈ હતી. જેથી વિજયાબેન ને શંકા જતા ઘરમાં જઈને તપાસ કરી તો બેડરૂમમાં કબાટ ખુલ્લો જણાઇ આવ્યો હતો. કબાટમાં રાખેલ આ ૧,૬૦,૦૦૦ અને ૩૦ હજારની સોનાની ચેન અને એક ફોન રૂમમાં જણાયો નહોતો.
જેથી ઘી વેચવાના બહાને આવેલી બંને મહિલાઓ એ ઘરમાં ઘૂસીને નજર ચૂકવી ચોરી કરી હતી. બાદમાં વિજયાબેન ઘરની બહાર આવ્યા અને જાેયું તો તે બંને મહિલા જણાઇ આવી નહોતી. આ મહિલાઓ રિક્ષામાં બેસીને ત્યાંથી જતી રહી હતી. જેથી આ અંગે વિજયાબેન ને સોલા પોલીસને જાણ કરતા પોલીસે ૧.૯૫ લાખની મહિલાઓ સામે ગુનો નોંધી તે બંનેને પકડવા તપાસ શરૂ કરી છે.