Western Times News

Gujarati News

તબીબને એટ્રોસિટીના કેસમાં ફસાવવાની ભરૂચના હોમગાર્ડની ધમકી

નર્સ પત્ની કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરતા નોકરી માંથી છૂટી કરી દેતા પતિ દ્વારા બ્લેકમેઈલિંગ કરાવમાં આવતું હતું.      

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચના જાણીતા તબીબને ત્યાં નોકરી કરતી નર્સ પત્નીને છૂટી કરી દેતા ડોકટરને ધમકી આપી રૂપિયા પડવતા હોમગાર્ડ પતિ સામે તબીબે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ભરૂચના તબીબ મહંમદ અસ્લમ મહમદઅલી જહા પાંચબત્તી ખાતેની નવદીપ શોપિંગ સેન્ટરમાં સિફા નર્સિંગ હોસ્પિટલ ધરાવે છે.જેમાં વહિદા વલવી નામની મહિલાને ટ્રેઈની નર્સ તરીકે નોકરીએ રાખી હતી.જે કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરતી હોવાથી ડોકટરે છૂટી કરી દીધી હતી.

દરમ્યાંન વહિદાનો પતિ અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો અનિલ પરમાર હોસ્પિટલમાં આવી પત્નીના વતી એડવાન્સમાં તેમજ ઉછીના રૂપિયા માંગતો હોવા સાથે એટ્રોસિટીમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયાની અવારનવાર માંગણી પણ કરતો હતો.

જેમાં ડોક્ટરે ટુકડે ટુકડે ત્રીસેક હજાર રૂપિયા આપ્યા પણ હતા.તેની પત્નીને નર્સિંગમાં ડિગ્રી લેવાની હોઈ ૧.૬૫ લાખ આપો તેમજ ૩ વર્ષનું નર્સિંગ સર્ટીફિકેટ લખી આપો તેવી ધમકીઓ પણ આપી હતી.  આખરે ડોકટર અસલમ જહાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નર્સના પતિ ની અટકાયત કરી તપાસ હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.