પાક. સેનેટની ચૂંટણીમાં મતદાન મથકમાં જાસૂસી કેમેરો લગાવાયો
ઈસ્લામાબાદ, પાકિસ્તાની સેનેટની ચૂંટણીની સાથે શરુ થયેલો રાજકીય વિરોધ વંટોળ શમી રહ્યો નથી. હવે સેનેટના ચેરમેનની ચૂંટણી દરમિયાન એક શરમજનક ઘટના સર્જાઈ હતી.જેમાં ચૂંટણી માટે વોટિંગ કરવાની જગ્યાએ જાસૂસી કેમેરા મળી આવ્યો હતો.
આ કેમેરા એવા સમયે મળ્યો છે જ્યારે વોટ આપવાની પ્રક્રિયા ગુપ્ત રાખવામાં આવી હતી. હવે આ કેમેરા મળ્યા બાદ સેનેટમાં તોફાન મચી ગયુ હતુ.પાકિસ્તાનના વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યો છે કે, પોલિંગ બૂથની અંદર જાસૂસી કેમેરાઓને જાસૂસી કરવા માટે લગાવવામાં આવ્યા હતા.વોટિંગ શરુ થયુ તે પહેલા જ વિરોધી પાર્ટીના સેનેટરોએ દાવો કર્યો હતો કે, બૂથની અંદર કેમેરો લાગેલો છે.