Western Times News

Gujarati News

ચીન અને પાકિસ્તાન હેકર્સ સાથે મળી ભારતના ઉચ્ચ અધિકારીઓના ફોન હેક કરે છે

પ્રતિકાત્મક

નવીદિલ્હી, સીમાપારથી નવી રીતેના સાઇબર હુમલાની માહિતીથી ગુપ્ત એજન્સીઓમાં હડકંપ મચી ગયો છે. ચીન અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી હૈકર્સની સાથે મળી સરકારમાં મુખ્ય પદો પર કાર્યરત અધિકારીઓના ફોન હૈક કરી રહ્યાં છે. તેને જાેતા સાઇબર સુરક્ષાથી જાેડાયેલ એજન્સીઓને ખાસ સતર્ક રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે

આ સાથે જ વિશિષ્ટ વ્યક્તિઓને પણ સાવાધન રહેવા કહેવાાં આવ્યું છે. પહેલા મહત્વપૂર્ણ માહિતીઓ હાંસલ કરવા માટે સરકારી કે ખાનગી સંસ્થાનોની સિસ્ટમ જ હૈકર્સના નિશાન પર હતાં પરંતુ હવે પહેલીવાર દેશમાં મહત્વપૂર્ણ પદો પર બેઠેલ અધિકારીઓના મોબાઇલ ફોન પણ તેમના નિશાન પર છે

સુત્રોના જણાવ્યા અનુસાર આ હૈકિંગ વ્હાટ્‌સએપ દ્વારા કરવાની યોજના છે. ગુપ્તચર એજન્સીને માહિતી મળી છે કે હૈકર્સે આ વખતે તેના માટે ખાસ પ્રકારનો કોડ તૈયાર કર્યો છે જે વીડિયો ફાઇલ દ્વારા ફોનમાં પહોંચી જાય છે તેનાથી હૈકર્સ મોબાઇલ ફોનનો કંટ્રોલ હાંસલ કરી લે છે ત્યારબાદ વીઆઇપીની ગતિવિધિઓથી લઇ તેમની લોકેશન મહત્વપૂર્ણ દસ્તાવેજ અને ત્યાં સુધી કે ફોનનો કેમેરો અને માઇક હૈક કરવાની ખાસ પ્રસંગોની વીડિયો અને ઓડિયો પણ હાંસલ કરી શકે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર દેશની સુરક્ષા સંસ્થાનો સુરક્ષા તૈયારીઓ અને શોધોથી જાેડાયેલ વ્યક્તિઓને ફોન ખાસ કરીને આ હૈકર્સના નિશાન પર છે. સોશલ મીડિયાની દેખરેખ કરનારી એજન્સીએ આવા અનેક સોશલ મીડિયા એકાઉન્ટ્‌સની પણ ઓળખ કરી છે

જેને પાકિસ્તાનથી સંચાલિત કરવામાં આવે છે પરંતુ ગુમરહ કરવા માટે તેના પર ચીની વ્યક્તિઓના ચિત્ર અને નામની ઓળખનો ઉપયોગ કરવામાં આવે છે હૈકર્સના અનેક ગ્રુપને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ દ્વારા ફંડિગ કરવાની માહિતી મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.