રણબીર આઈસોલેટ થતાં આલિયા ભટ્ટ એકલી પડી
મુંબઈ: આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવુડના ચર્ચામાં રહેતા લવબર્ડ્સ છે. બ્રહ્માસ્ત્રના સેટ પર પ્રેમમાં પડેલા રણબીર અને આલિયા અવારનવાર સાથે જાેવા મળે છે. શૂટિંગ ઉપરાંત કપલ એકબીજાના ઘરે આવતું જતું કે ડેટ પર જતું જાેવા મળે છે. જાે કે, હાલ તો રણબીર કપૂર કોરોના પોઝિટિવ હોવાથી હોમ ક્વોરન્ટીન થયેલો છે. પોતાના પ્રેમીને ૧૪ દિવસ સુધી ના મળી શકવાનું દુઃખ આલિયાને સતાવી રહ્યું છે.
હાલમાં જ આલિયાએ સોશિયલ મીડિયા પર રણબીર સાથેની જૂની તસવીર શેર કરી છે. જેમાં બંનેએ એકબીજાનો હાથ પકડ્યો છે. આ તસવીર શેર કરતાં ગંગુબાઈ કાઠિયાવાડીની એક્ટ્રેસે લખ્યું, મેજર મિસિંગ. મતલબ કે આલિયા આઈસોલેશનમાં રહેલા પોતાના બોયફ્રેન્ડ રણબીરને ખૂબ યાદ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, આલિયા અને રણબીર ‘બ્રહ્માસ્ત્ર’નું ડબિંગ કરી રહ્યા હતા. રણબીર કોરોના પોઝિટિવ આવતાં હાલ આ ફિલ્મનું જેટલું શૂટિંગ બાકી છે તે અટકી પડ્યું છે.
બ્રહ્માસ્ત્ર દ્વારા આલિયા અને રણબીર પહેલીવાર ફિલ્મી પડદે સાથે જાેવા મળશે. ત્યારે ફેન્સ આતુરતાથી આ ફિલ્મ રિલીઝ થવાની રાહ જાેઈ રહ્યા છે. આલિયા ભટ્ટ હાલ બ્રહ્માસ્ત્ર ઉપરાંત સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી પણ કરી રહી છે. ત્યારે રણબીર અને સંજય લીલા ભણસાલી બંને કોરોના પોઝિટિવ આવતાં ફેન્સ આલિયા માટે ચિંતિત હતા. જાે કે, ગુરુવારે આલિયાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં નોટ મૂકીને સ્પષ્ટ કર્યું હતું કે, તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આલિયાએ લખ્યું હતું, હું તમારા સૌના ચિંતા અને કાળજી દર્શાવતા મેસેજ વાંચી રહી છું.
મારો કોવિડ-૧૯ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને આઈસોલેટ થયા પછી તેમજ ડૉક્ટરો સાથે ચર્ચા કર્યા પછી હું આજથી ફરી કામ શરૂ કરી રહી છું. તમારા સૌની શુભકામનાઓ માટે આભાર! હું ધ્યાન રાખી રહી છું અને સુરક્ષિત છું. તમે પણ આવું જ કરજાે. તમને સૌને પ્રેમ. ગુરુવારે મહાશિવરાત્રિનું પર્વ હતું ત્યારે આલિયા ભટ્ટે ફિલ્મ બ્રહ્માસ્ત્રના ડાયરેક્ટર અયાન મુખર્જી સાથે જૂહુમાં આવેલા મુક્તેશ્વર મંદિરમાં દર્શન પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ‘બ્રહ્માસ્ત્ર’માં આલિયા-રણબીર ઉપરાંત મૌની રોય, અમિતાભ બચ્ચન અને નાગાર્જુન પણ મહત્વના રોલમાં છે.