Western Times News

Gujarati News

યુકેનો નવો વેરિયન્ટ જુના કોરોના સ્ટ્રેઇન કરતા બે ગણો ઘાતક

નવી દિલ્હી: કોરોના વાયરસે અત્યાર સુધીમાં કરોડો લોકોનો ભોગ લઈ ચુક્યો છે. વિશ્વઆખાએ મહામારીનું રૌદ્ર સ્વરૂપ જાેઈ લીધું છે. ત્યારે કોરોનાનું વધુ ઘાતક સ્વરૂપ યુકેના વેરિયન્ટમાં હોવાનું નવા અધ્યયનમાં સામે આવ્યું છે. જે મુજબ સાર્સ કોવ-૨ સામાન્ય કોરોના કરતા ૩૦થી ૧૦૦ ટકા વધુ જીવલેણ છે. આ વાયરસ ઇંગ્લેન્ડના કેન્ટ અને સ્વેપટમાં સૌપ્રથમ જાેવા મળ્યો હતો. યુનિવર્સિટીઝ ઓફ એક્સેટર અને બ્રિસ્ટોલના રોગચાળાના નિષ્ણાંતોએ નવા વેરિયન્ટનો ચેપ લાગ્યો હોય તેવા અને અન્ય પ્રકારના સ્ટ્રેઇનનું સંક્રમણ લાગ્યું હોય તેવા લોકોના મૃત્યુદરની સરખામણી કરી હતી. નવા વેરિયન્ટ ૫૪૯૦૬ સેમ્પલમાંથી ૨૨૭ મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું.

જયારે અન્ય સ્ટ્રેનના સંક્રમણના આટલા જ સેમ્પલમાં ૧૪૧ લોકો મોતને ભેટ્યા હોવાનું જાણવા મળ્યું હતું. એક્સટેર યુનિવર્સિટીના લેખક રોબર્ટ ચાલેનના મત મુજબ કોવિડના કારણે મોત થયા હોવાના કિસ્સા ઓછા છે. પણ નવો વેરિયન્ટ ખતરનાક છે. તે ઝડપથી ફેલાય છે. માટે તેને વધુ ગંભીરતાથી લેવો જાેઈએ. કોરોનાનું કેન્ટ વેરિયન્ટ ગત સપ્ટેમ્બર મહિનામાં જાેવા મળ્યું હતું. જે ખૂબ ઝડપથી અને સરળતાથી ફેલાય છે.

જેના કારણે યુકેમાં લોકડાઉન થયું હતું. ડી૬૧૪જી, એ૫૭૦ડી, પી૬૮૧એચ, એચ૬૯/૭૦ જેવા કોરોનાના પ્રોટીનને વકરવામાં વેરિયન્ટનો ફાળો છે. આ સ્ટ્રેઇન વધુ તીવ્ર હોવાથી અત્યાર સુધી જે લોકો ઓછા જાેખમમાં હતા તેઓ પણ જાેખમમાં મુકાઈ ગયા છે. બ્રિસ્ટોન યુનિવર્સિટીના લેઓન ડેનોમના કહ્યા મુજબ ૨૦૨૦ના નવેમ્બર મહિનાથી જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં નોંધાયેલા કેસનું પૃથ્થકરણ કર્યું હતું. નવા અને જૂના વેરિયન્ટના સંક્રમણની સરખામણી કરાઈ હતી. વિશ્વ આરોગ્ય સંગઠનના મત મુજબ બ્રિટનનો નવો વેરિયન્ટ વિશ્વના ૧૦૦ દેશોમાં ફેલાઈ ગયો છે. આ વેરિયન્ટને ફેલાતો અટકાવવા માટે નવા સ્ટડી થઈ રહ્યાં છે. વિવિધ દેશોની સરકાર પણ આ ઘાતક વાઇરસને રોકવા ઊંધામાથે થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.