પટેલ ઢુંઢાના યુવાન તલાટીની જંગલમાં ઝાડ સાથે લટકતી લાશ મળી
અરવલ્લી જીલ્લામાં સતત લટકતી હાલતમાં લાશ મળી આવવાનો સીલસીલો યથાવત રહ્યો છે માલપુર તાલુકાના રંભોડા ગામના અને મેઘરજ તાલુકાના પટેલ ઢૂંઢા ગામે તલાટી તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર કાનાભાઇ પરમાર નામના યુવાન તલાટીની લાશ ગામ નજીક જંગલમાંથી ઝાડ સાથે લટકતી હાલતમાં લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી મૃતક યુવાન તલાટીએ આત્મહત્યા કરી લીધી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે મૃતક તલાટીના ભાઈએ પણ થોડા વર્ષ અગાઉ આત્મહત્યા કરી લીધી હોવાનું અને બંને બંને ભાઈ એક જ પરિવારની બે બહેનો સાથે લગ્નગ્રંથીથી જોડાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી યુવાન તલાટીની રંભોડા ગામ નજીક જંગલમાં લટકતી હાલતમાં લાશ મળી આવતા માલપુર પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી યુવાન તલાટીની આત્મહત્યા થી પરિવારજનો હચમચી ઉઠ્યા હતા એક જ વર્ષમાં પરિવારે બે યુવાન છોકરા ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે
જીંદગી અણમોલ છે જીવનમાં સુખ અને દુખ આવ્યા કરે છે. કેટલાક તબક્કામાં ભારે મુશ્કેલીઓનો સામનો પણ કરવાનો વખત આવતો હોય છે. પરંતુ દરેક સમસ્યાનું સમાધાન પણ ચોક્કસ હોય જ છે. જો કે હાલના તબક્કે લોકોની સહનશક્તિ પણ ઘટવા લાગી છે. પરિણામે સામાન્ય વાતમાં પણ નાસીપાસ થઈ આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરી લેતાં લોકો વિચારતા નથી. છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાઓનું પ્રમાણ વધતાં બનાવોને લઈને લોકમાનસ પર ચિંતાના વાદળો ઘેરાયા છે જિલ્લામાં આત્મહત્યાઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જીલ્લામાં સતત લટકતા મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી છે
માલપુર તાલુકાના રંભોડા ગામના અને મેઘરજના પટેલ ઢૂંઢા ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા ૨૯ વર્ષીય મહેન્દ્રભાઈ કાનાભાઇ પરમારની શનિવારે ગામ નજીક આવેલા જંગલમાં ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકતી જોવા મળતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા મૃતક યુવકના પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી મૃતક યુવાન તલાટીની હત્યા કે આત્મહત્યા અંગે અનેક સવાલો પેદા થયા છે સ્થાનિકોએ માલપુર પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક તલાટી યુવક મહેન્દ્ર પરમાર અને તેમના ભાઈ બંને એકજ પરિવારની બે બહેનો સાથે પરણ્યા હતા. આજથી એક વર્ષ અગાઉ તેમના ભાઈએ પણ આજ રીતે આત્મહત્યા કરી લીધી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી લોકમુખે ચર્ચાતી ચર્ચા મુજબ મૃતક તલાટી અગમ્ય કારણોસર વ્યથીત રહેતા હતા અને માનશીક બીમારીનું ગ્રહણ લાગતા તબીબી સારવાર પણ ચાલુ હતી અને મૃતક તલાટીની માનશીક સ્થિતી સારી ન હોવાથી તેમની સાથે સતત એક વ્યક્તી સાથે રહેતી હતી