Western Times News

Gujarati News

ભાજપમાં રહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા TMCમાં સામેલ

કોલકતા: વર્ષો સુધી ભાજપમાં રહેલા અને પૂર્વ કેન્દ્રીય નાણાંપ્રધાન યશવંત સિંહાએ ટીએમટીની વાટ પકડી છે. તેમણે તૃણમુલ કોંગ્રેસમાં જાેડાવાનો સંકેત આપતા તેના મુખ્યાલયમાં પહોંચી ગયા છે. તેઓ જલદી મમતા બેનરજીના પક્ષમાં જાેડાશે. એટલું જ નહીં મમતાના રાજકીય સલાહકાર પણ બનશે.

યશવંત સિંહાએ કહ્યું કે લોકશાહીનો અર્થ એ છે કે સરકારના પ્રતિનિધિ ૨૪ કલાક પોતાના કર્તવ્યોનું પાલન કરે. દેશના ખેડૂતો છેલ્લા ૩ મહિનાથી દિલ્હીની બોર્ડર પર ભૂખ્યા-તરસ્યા બેસી રહ્યા છે તેમની કોઇને ચિંતા નથી. દેશમાં શિક્ષણ અને સ્વાસ્થ્યની સ્થિતિ પણ ચિંતાજનક છે પરંતુ સરકારને કોઇની પડી નથી.

યશવંત સિંહાએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે આજની રુલિંગ પાર્ટીનો ફક્ત એક જ ઉદ્દેશ છે, કોઇપણ રીતે ચૂંટણી જીતો અને પોતાની વિજય પતાકા લહેરાવતા જાઓ. તેમણે કહ્યું કે આજની સરકાર લોકોની જરુરિયાતો પૂરી કરવાના બદલે તેમને કચડવામાં વિશ્વાસ રાખે છે.

તેમણે દાવો કર્યો કે અટલજી અને આજના સમયની બીજેપીમાં આસમાન-જમીનનો ફરક છે. તે જમાનામાં અકાલીઓ, ટીએમસી, જેડીયુ, શિવસેના, પીડીપી સહિત અનેક પક્ષો એનડીએમાં જાેડાયેલા હતા. અત્યારે તો અકાલી દળ પણ આ સરકારનો સાથ છોડી ચુકી છે.

બંગાળની ચુંટણી સમયે એક એક કરીને ધારાસભ્યથી લઈને સાંસદો મમતાનો સાથ છોડી રહ્યા છે અને બધા જ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. એવામાં તૃણમૂલ કોંગ્રેસમાં યશવંત સિંહાની એન્ટ્રી બાદ પાર્ટીને થોડો મનોબળ મળશે. યશવંત સિંહા સતત સરકારની સામે બોલતા આવ્યા છે અને તૃણમૂલ કોંગ્રેસને પણ એવા ચહેરાની જરૂર છે જે મોદી સરકાર પર આકરા પ્રહારો કરે.

યશવંત સિંહાની પૃષ્ઠભૂમિ પર નજર નાંખીએ તો તેઓ આઇએએસ અધિકારી રહી ચૂક્યા છે અધિકારીની નોકરી છોડીને તેઓ રાજકારણમાં આવ્યા હતા. ચંદ્રશેખરની સરકારમાં પણ તેઓ મંત્રી હતા અને અટલ સરકારમાં તેમનું કદ મોટું માનવામાં આવતું હતું. અટલ બિહારી વાજપેયીના નજીકના ગણાતા યશવંત સિંહા નરેન્દ્ર મોદી સાથે મધુર સંબંધો રાખી ન શક્યા. પીએમ મોદીની આર્થિક અને વિદેશ નીતિનો યશવંત સિંહા વિરોધ કરે છે. જાેકે તેમના દીકરા જયંત સિંહા આજે પણ ભાજપના સાંસદ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.