Western Times News

Gujarati News

નાઇજીરીયાનો કાજુ ખરીદવા જનાર ૮૩ લાખમાં લૂંટાયા

સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક વેપારીને કાજુનો બિઝનેસ કરવાનો વિચાર રૂપિયા ૮૩ લાખમાં પડ્યો છે

અમદાવાદ, અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક વેપારીને કાજુનો બિઝનેસ કરવાનો વિચાર રૂપિયા ૮૩ લાખમાં પડ્યો છે. વેપારીએ કાજુનો જથ્થો મેળવવા માટે ઓર્ડર આપ્યો અને એડવાન્સ રૂપિયા ચૂકવી દીધા જાેકે ત્યારબાદ પણ તેને માલ ન મળતા તેઓએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

સેટેલાઈટ વિસ્તારમાં રહેતા ફાલ્ગુનભાઈ જાેશીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે વર્ષ ૨૦૧૬માં તેઓના મિત્ર હિમેન નાગર અને નરેશ પટેલ ને કાજુનો બિઝનેસ શરૂ કરવા માટે જાણ કરી હતી. જેથી તેમણે ફરિયાદીને અનુજ કુમાર સક્સેના નામના વ્યક્તિને મળવા માટે કહ્યું હતું. ફરિયાદી પણ અનુજ કુમાર સક્સેનાને ઓળખતા હતાં.

ફરિયાદીએ આ બાબતની જાણ અનુજ કુમાર સક્સેનાને કરતા સકસેના એગ્રો પ્રોડક્ટ કંપનીના નાઇજીરીયા દેશના ડાયરેક્ટર અનુજ કુમાર સક્સેના, હંસરાજ કાલરા અને શ્યામસુંદર કક્કડ આ ત્રણે ફરિયાદીના ઘરે આવ્યા હતા. જેમની સાથે ફરિયાદીએ કાજુના બિઝનેસ અંગેની વાતચીત કર્યા બાદ ૫૪ મેટ્રિક ટન કાચા કાજૂ માટેનો ઓર્ડર આપ્યો હતો.

જેના બિલ પણ મોકલી આપ્યા હતા. આ માલના ઓર્ડર પ્રમાણે માલ મેળવવા માટે ફરિયાદી એ તેઓ ની ભાગીદારી પેઢી ના બેંક એકાઉન્ટ માંથી સક્સેના એગ્રો પ્રોડક્ટ કંપનીના નાઇજીરીયા દેશની બેંક એકાઉન્ટમાં રૂપિયા ૩૬ લાખ ૭૯ હજાર જમાં કરાવ્યા હતા. બાદમાં બીજાે ૮૧ ટન કાજૂનો ઓર્ડર આપ્યો હતો.

જેના ૪૬ લાખ ૨૪ હજાર રૂપિયા પણ બેંક એકાઉન્ટમાં જમાં કરાવ્યા હતા. જાે કે રૂપિયાની ચુકવણી કર્યા બાદ પણ આરોપી ઓએ કાચા કાજુનો જથ્થો ફરિયાદીને મોકલી આપ્યો નહોતો. અને હાલ સ્ટોક નથી, અમારો આખી દુનિયા માંસારો બિઝનેસ છે.

સારી ગુણવત્તા વાળો માલ આવે એટલે મોકલી આપીશ આમ અનેક વાયદા ઓ કરતા અંતે ફરિયાદીએ પોલીસને જાણ કરી હતી. હાલ માં પોલીસ એ આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આમ નાઇજિરીયાના વેપારીઓએ શહેરના વેપારીને ચૂનો ચોપડતા આ મામલે કાજુનો બિઝનેસ કરવાનો વિચાર ૮૩ લાખ રૂપિયામાં પડ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.