Western Times News

Gujarati News

HDFC બેંક કર્મચારીઓનો કોવિડ-19નો રસીકરણનો ખર્ચ પોતે ભોગવશે

Files photo

1 લાખથી વધુ કર્મચારીઓને આવરી લેવામાં આવશે – આ રસીકરણમાં કર્મચારીઓના આશ્રિત પરિવારજનોને પણ આવરી લેવામાં આવશે

અમદાવાદ, એચડીએફસી બેંકે આજે જાહેર કર્યું છે કે, તેઓ બેંકના એક લાખથી પણ વધુ કર્મચારીઓ અને તેમના આશ્રિત પરિવારજનોનો કોરોનાવાઇરસના રસીકરણનો ખર્ચ પોતે ભોગવશે. બેંક બે આવશ્યક ડૉઝ પાછળ થતાં રસીકરણના ખર્ચનું વળતર ચૂકવશે.

આ પહેલ અંગે વાત કરતાં એચડીએફસી બેંકના એચઆરના ગ્રૂપ હેડ શ્રી વિનય રાઝદાને જણાવ્યું હતું કે, ‘અમે અમારા કાર્યાલયો અને બેંકની શાખાઓ ખાતે અમારા કર્મચારીઓ અને ગ્રાહકોને કામ કરવા માટેનું સલામત વાતાવરણ પૂરું પાડવાની ખાતરી કરવા સરકાર દ્વારા આવશ્યક બનાવવામાં આવેલ તમામ માર્ગદર્શિકાનું પાલન કર્યું છે.

અમારા કર્મચારીઓએ અમારા લાખો ગ્રાહકોને સેવા પૂરી પાડવામાં અનુકરણીય ખંત, દક્ષતા અને સમર્પણ દાખવ્યું છે. અમારા કર્મચારીઓ અને તેમના આશ્રિત પરિવારજનોના રસીકરણનો ખર્ચ ભોગવવો એ અમારા કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવા માટે સંગઠન તરફથી આપવામાં આવેલ એક નાનકડી ભેટ છે.’

એચડીએફસી બેંકના ગ્રૂપ હેડ સુશ્રી આશિમા ભટ્ટે જણાવ્યું હતું કે, ‘અમારા માટે અમારા કર્મચારીઓ જાણે કે અગ્રહરોળના કાર્યકરો છે, જેમણે લૉકડાઉન દરમિયાન પણ ગ્રાહકોને બેંકિંગ જેવી આવશ્યક સેવાઓ મળી રહે તે સુનિશ્ચિત કર્યું હતું. અને અમે તેમની આ નિષ્ઠા માટે આભારી છીએ. તેમના આરોગ્ય અને સલામતી માટે અમે એ બાબતની ખાતરી કરી રહ્યાં છીએ કે અમારા કર્મચારીઓ અને તેમના આશ્રિત પરિવારજનોને કોવિડ-19ની રસી પ્રાપ્ત થાય અને તેઓ સુરક્ષિત રહે.’

ઉલ્લેખનીય છે કે, એચડીએફસી બેંકે લૉકડાઉન દરમિયાન અગ્રણી હેલ્થકૅર પ્રોવાઇડર્સ અને મેડિકલ પ્રેક્ટિશનર સાથે જોડાણ કરીને તેમના કર્મચારીઓની સુખાકારીની ખાતરી કરવા માટે અનેકવિધ પગલાં લીધાં હતાં. શાખાઓ અને કાર્યાલયો ખાતે સલામતીના કડક પ્રોટોકોલ જાળવવા ઉપરાંત, બેંકે વિવિધ ઓનલાઇન પહેલ મારફતે તેમના કર્મચારીઓ અને પરિવારજનોની માનસિક સુખાકારીની ખાતરી કરવાનું ઉમદા કામ પણ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.