Western Times News

Gujarati News

બિહારમાં ઘરમાં આગથી એક પરિવારના પાંચ લોકોનાં મોત

કિશનગંજઃ બિહારના કિશનગંજમાં આગનું તાંડવ જાેવા મળ્યું. અહીં એક મકાનમાં અચાનક આગ લાગવાના કારણે પરિવારના પાંચ સભ્યોનું મોત નીપજ્યું છે. મૃતકોમાં ચાર બાળકો પણ સામેલ છે. સમગ્ર મામલો સલામ કોલોની વિસ્તારનો છે. બનાવની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરાઈ હતી.

મળતી માહિતી પ્રમાણે ફાયર બ્રિગેડે ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. આગ એટલી ભયંકર હતી કે તેને જાેઇને આસપાસના કેટલાક મકાનો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. આગની આ ઘટના કેવી રીતે બની તે અંગે હજી સુધી કંઇ સ્પષ્ટ થઈ શક્યું નથી.

જાે કે આ આઘાતજનક ઘટના બાદ વિસ્તારમાં માતમ માહોલ જાેવા મળી રહ્યો છે. ચાર બાળકો સહિત એક જ કુટુંબના ૫ લોકોનાં મોતને લીધે દરેકને આઘાત લાગ્યો છે. ઘટના કેવી રીતે બની તે અંગે કોઈ સમજી શકતું નથી. મળતી માહિતી મુજબ આગની આ ઘટનામાં અન્ય એક વ્યક્તિના દાઝી જવાના સમાચાર પણ છે.

તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્થળ પર પહોંચેલા પોલીસ અધિકારીએ પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ટૂંક સમયમાં મૃતકના પરિવારજનોને જરૂરી સહાય આપવામાં આવશે, વળતર આપવામાં આવશે.

હાલ આ દર્દનાક ઘટનાથી પરિવારજનો અને આસપાસના લોકો આઘાતમાં છે. કોઈ સમજી શકતું નથી કે અચાનક જ આ બધુ શું અને કેવી રીતે થઈ ગયું. બીજી તરફ એવી આશંકા છે કે, ગેસ સિલિન્ડર ફાટવાના કારણે આગ લાગી હોઈ શકે. કેટલાક સ્થાનિકોએ સિલિન્ડર ફાટવાનો અવાજનો દાવો કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.