Western Times News

Gujarati News

તૂટેલા હાથે જેનેલિયા ડિસૂઝાએ દોસ્તોની સાથે પાર્ટી કરી

મુંબઈ: એક્ટર રિતેશ દેશમુખની પત્ની અને એક્ટ્રેસ જેનેલિયા ડિસૂઝા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અવારનવાર જેનેલિયા પતિ રિતેશ સાથે મસ્તી કરતાં કે ફ્રેન્ડ્‌સ સાથે ધમાલ કરતાં વિડીયો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરતી રહે છે. થોડા દિવસ પહેલા જ જેનેલિયાએ વિડીયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેના હાથમાં ફ્રેક્ચર થયું છે. હવે તૂટેલા હાથ સાથે જેનેલિયાએ પોતાના મિત્રો સાથે પાર્ટી કરી હતી.

મહત્વનું છે કે, જેનેલિયા અને રિતેશ અવારનવાર વીકએન્ડ પર પોતાના મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે. આવી જ એક પાર્ટીનો વિડીયો જેનેલિયાએ શેર કર્યો છે જેમાં તે ખૂબ જાેશમાં આવીને ડાન્સ કરી રહી છે. ટીવી એક્ટર શબ્બીર આહલુવાલિયા અને તેની પત્ની કાંચી કૌલ રિતેશ-જેનેલિયાના સારા મિત્રો છે. ત્યારે તેઓ ઘણીવાર સાથે પાર્ટી કરતાં જાેવા મળે છે. જેનેલિયાએ શેર કરેલા વિડીયોમાં શબ્બીર આહુવાલિયા, કાંચી કૌલ, જેનિફર વિંગેટ, આશિષ ચૌધરી અને તેની પત્ની સમિતા બંગાર્ગી, સ્ક્રીનરાઈટર મુસ્તાક શેખ અને રિતેશ જાેવા મળે છે.

હાઉસ પાર્ટીમાં આ તમામ પોપ્યુલર થઈ રહેલા ગીત પર ડાન્સ કરતાં જાેવા મળે છે. આ વિડીયો શેર કરતાં જેનેલિયાએ લખ્યું, આ તારા માટે છે વિજય હંમેશા તારી સફળતાને ઉજવીશું. મારા બેસ્ટફ્રેન્ડ્‌સ સાથે સેમ અને આશિષ તમે ખૂબ સારા યજમાન છો. આશિષ ચૌધરીના ઘરે યોજાયેલી હાઉસ પાર્ટીનો વિડીયો કાંચી કૌલે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે.

જેમાં કાંચી, જેનેલિયા, જેનિફર અને સમિતા જસ્ટીન ટિમ્બરલેકના ગીત પર ડાન્સ કરી રહ્યા છે. કાંચીએ પણ વાથી કમિંગ સોન્ગ પર નાચતો એ જ વિડીયો શેર કર્યો છે જેમાં આ તમામ ધમાકેદાર ડાન્સ કરી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે આ સેલેબ્સ આ રીતે ભેગા થઈને ડાન્સ કરતાં હોય. અગાઉ પણ રિતેશ, જેનેલિયા, શબ્બીર અને કાંચી આ રીતે મસ્તી કરતાં અને ડાન્સ કરતાં જાેવા મળ્યા છે. તેમની સાથે આશિષ ચૌધરી અને તેની પત્ની પણ હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.