મહારાષ્ટ્ર બાદ મધ્યપ્રદેશમાં પણ કોરોના બેકાબુ બન્યો
ભોપાલ: દેશમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસ નિયંત્રણમાં આવ્યા બાદ એકવાર ફરી બેકાબુ થતો જાેવા મળી રહ્યો છે કોવિડ ૧૯ના નવા મામલા ખુબ તેજીથી વધી રહ્યાં છે મહારાષ્ટ્ર સહિત અનેક રાજયોમાં સ્થિતિ વિકરાળ થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં ૧૬,૬૨૦ નવા મામલા સામે આવ્યા બાદ મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણના મામલા વધી રહ્યાં છે સંક્રમણના પ્રસારને રોકવા માટે શિવરાજ સરકાર અનેક રીતે પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે
મધ્યપ્રદેશમાં સતત વધતા કોરોના સંક્રમણને જાેતા કડકાઇ લગાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને કહ્યું કે મેં ટીમને નાઇટ કરફયુ સહિત કોરોના પ્રસારને રોકનારા અન્ય તમામ જરૂરી પગલા પર ચર્ચા કરવાનો નિર્દેશઆપ્યો છે કોરોનાના પ્રસારને રોકવા માટે આવતીકાલે એક બેઠક યોજાશે જેમાં જાે જરૂર જણાશે તો નાઇટ કરફયુ સહિત અન્ય કેટલાક કડક નિયમો લાગુ કરાશે
મધ્યપ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં વાયરસના ૭૪૩ નવા મામલા સામે આવ્યા છે જયારે બે લોકોના મોત નિપજયા છે.આ સાથે જ મૃત્યુ પામનારાઓની સંખ્યા ૩,૮૮૭ થઇ ગઇ છે.જયારે ૪,૭૪૦થી વધુ લોકોની હોસ્પિટલમાં ચાલી રહી છે.