Western Times News

Gujarati News

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચુંટણી બસપા એકલા હાથે લડશે : માયાવતી

લખનૌ: બસપાના સંસ્થાપક કાંશીરામની ૮૭મી જયંતી આજે સમગ્ર રાજયમાં શાનદાર રીતે ઉજવવામાં આવી હતી આ પ્રસંગ પર બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતાએ અહીં પત્રકાર પરિષદમાં કહ્યું કે તે અન તેમની પાર્ટી કાંશીરામના આદર્શો પર ચાલતી રહેશે પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને બસપા સુપ્રીમોએ એલર્ટ કરતા કહ્યું કે બસપાને આધાત પહોંચાડનારાઓથી સાવધાન રહે વિપક્ષી પાર્ટીને તોડવા માટે તમામ હથકંડા અપનાવી રહ્યાં છે યુપીમાં અમે અમારા દમ પર ચુંટણી લડીશું

બસપા પ્રમુખે કહ્યું કે કાંશીરામને હાર્દિક નમન પાર્ટી અને હું હંમેશા કાંશીરામજીના આદર્શો પર ચાલતા રહીશું પોતાના કાર્યકર્તાઓ અને નેતાઓને સાવધાન કરતા કહ્યું કે સતર્ક રહ્યો અનેક લોકો પાર્ટીને તોડવામાં લાગ્યા છે અને અનેક યુક્તિઓ અપનાવી રહ્યાં છ ેજેથી પાર્ટીને નુકસાન થાય બસપા શોષિતોની લડાઇ હંમેશા લડશે

માયાવતીએ આગામી ચુંટણીઓ અંગે કહ્યું કે યુપીમાં અમે અમારા દમ પર ચુંટણી લડીશું આવનાર વિધાનસભા ૨૦૨૦માં બસપા એકલી લડશે અમે ચુંટણીને લઇ અંજરથી જ કામ કરી રહ્યાં છીએ અમે કોઇથી વધુ રણનીતિનો ખુલાસો કરતા નથી બસપા પ્રદેશની તમામ ૪૦૩ વિધાનસભા બેઠકો પર પુરા દમની સાથે ચુંટણી લડીશું અને સારા પરિણામ આપીશું માયાવતીએ કહ્યું કે ગઠબંધનથી હંમેશા બસપાને નુકસાન થયું છે

હવે અમે ગઠબંધન કરીશું નહીં યુપીમાં એઆઇએમઆઇએમના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના આવવાથી કોઇ ફર્ક પડશે નહીં તમામ પાર્ટીઓને ચુંટણી લડવાનો પુરો અધિકાર છે બસપા પણ યુપી ગ્રામ પંચાયત ચુંટણી ૨૦૨૧ પુરી તાકાતથી લડશે
માયાવતીએ કેન્દ્ર સરકારની ટીકા કરતા રહ્યું કે સરકારના નવા નવા નિયમોથી ગરીબોનું વધુ પતન થઇ રહ્યું છે કેન્દ્ર સરકારે કૃષિ કાનુનોને પાછા લેવા જાેઇએ અને કિસાન આંદોલનમાં જીવ ગુમાવનારા કિસાનોને વળતર આપવું જાેઇએ તેમણે કહ્યું કે બસપા કિસાનોની સાથે છે. તેમણે મોંધવારી પર કેન્દ્ર અને પ્રદેશની ભાજપ સરકારની ટીકા કરતા કહ્યું કે મોંધવારી નાગની જેમ મોં સતત ખોલી રહી છે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યાં છે આ સાથે રસોઇના ગેસના ભાવ પણ વધી ગયાં છે જેને કારણે જનતાની સ્થિતિ ખરાબ થઇ રહી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.