પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવાનો કોઇ પ્રસ્તાવ નથી
નવી દિલ્હી, પેટ્રોલ, ડીઝલ, એટીએફ, એલપીજીની કિંમતો ઘટશે તેવી આશા રાખી રહેલા લોકોને મોટો ઝટકો લાગશે, નાણા પ્રધાન ર્નિમલા સીતારમણે સોમવારે કહ્યું કે જીએસટી હેઠળ ક્રુડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ, જેટ ઇઁધણ (એટીએફ) અને કુદરતી ગેસ લાવવાનો કોઇ પ્રસ્તાવ નથી,
અત્રે ઉલ્લેખનિય છે કે ઘણા નિષ્ણાતોનાં જણાવ્યા મુજબ પેટ્રોલ-ડીઝલ જીએસટીની મર્યાદામાં આવે તો ભાવ ખુબ જ ઘટી જાય. અત્રે ઉલ્લેખનિય છે કે ૧ જુલાઇ ૨૦૧૭નાં દિવસે જ્યારે જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે પણ ક્રુડ ઓઇલ, કુદરતી ગેસ, પેટ્રોલ, ડીઝલ અને વિમાનન ટર્બાઇન ફ્યુઅલને જીએસટીની મર્યાદામાંથી બહાર રાખવામાં આવ્યું હતું, કેન્દ્ર સરકારે તેના પર એક્સાઇઝ ડ્યુટી લગાવતી રહી,
જ્યારે રાજ્ય સરકારો વેટ વસુલતી રહી, એક્સાઇઝ ડ્યુટીની સાથે-સાથે વેટમાં પણ વૃધ્ધી થતી ગઇ, ત્યાં જ વૈશ્વિક સ્તરે તેલની કિંમતોમાં વૃધ્ધીએ પેટ્રોલ અને ડીઝલને ઓલ ટાઇમ હાઇ પર પહોંચાડી દીધું છે, આ જ કારણ છે કે તેને જીએસટી હેઠળ લાવવાની માંગ ઉઠી રહી છે.
નાણા પ્રધાન ર્નિમલા સીતારમણે લોકસભામાં એક પ્રશ્નનાં જવાબમાં કહ્યું કે હાલ ક્રુડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ, એટીએફ અને કુદરતી ગેસને જીએસટી હેઠળ લાવવાનો કોઇ પ્રસ્તાવ નથી, તેમણે કહ્યું કે કાયદો એ બતાવે છે કે જીએસટી કાઉન્સીલ પેટ્રોલિયમ ક્રુડ, હાઇ સ્પિડ ડીઝલ, મોટર સ્પિરિટ, કુદરતી ગેસ, અને એટીએફને જીએસટીની મર્યાદામાં લાવી શકે છે, તેમણે કહ્યું કે કાઉન્સિલ યોગ્ય સમયે આ પેટ્રોલિયમ ઉત્પાદનોને સામેલ કરવા પર વિચાર કરી શકે છે.