Western Times News

Gujarati News

મતદારોને રાઇટ ટૂ રિજેક્ટ આપવાની માગના મામલે ચુંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટીસ

નવીદિલ્હી, મતદાતાઓને રાઈટ ટૂ રિજેક્ટ આપવાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા માટે તૈયાર છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટમાં આ અરજી ભાજપ નેતા અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાયે દાખલ કરી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જાે કોઈ બેઠક પર નોટાને સૌથી વધુ મત મળે તો ચૂંટણી રદ થવી જાેઈએ. અને નવેસરથી મતદાન થવું જાેઈએ. આ મામલે કોર્ટે ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માગ કરતી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. જાેકે નાટોની ચૂંટણીમાં કોઇ અસર નથી થતી. તો માત્ર મતદારોની નારાજગી માટે હોય છે.

મતદાર આના દ્વારા જણાવે છે કે તેમને કોઇ પણ ઉમેદવાર નથી પસંદ અને તેમણે કોઇને મત નથી આપ્યો. જાેકે આ મામલે રાઇટ ટૂ રિજેક્ટ એટલે તમામને બરતરફ કરવાનો અધિકાર જાેડાયેલો છે. આજ સિલસિલામાં ચૂંટણીમાં નાટોનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.

એટલે જાે કોઇ મતદારને કોઇ પણ ઉમેદવાર પસંદ નથી તો તે નાટોનું બટન દબાવીને મત આપી શકે છે. પરંતુ નાટોનું કોઇ મહત્વ હોતું નથી. સોમવારે સુનાવણીમાં અરજીકર્તા વકીલ માનેકા ગુરૂસ્વામીએ કહ્યું કે, જાે ૯૯ ટકા મતદાર નાટોનું બટન દબાવે છે તો તેમનું કોઇ મહત્વ નથી. બાકી એક ટકા મતદારનો મત નક્કી કરે છે કે ચૂંટણી કોણ જીતશે.

એટલા માટે જનહિતમાં અરજીમાં માંગ કરવામાં આવી છે કે જાે સૌથી વધુ મત નાટોમાં પડે છે તો તે જગ્યાએ ચૂંટણી રદ્દ થવી જાેઇએ. લોકોના મતનું સન્માન થવું જાેઇએ. આના પર જસ્ટિસ બોબડેએ કહ્યું કે, જાે આવું થાય છે તો તે જગ્યાએ કોઇ પણ ઉમેદવાર નહીં જીતે. એટલે તે જગ્યા ખાલી રહી જશે. પછી સાંસદ અથવા વિધાનસભાનું ગઠન કેવી રીતે થશે. તેના જવાબમાં ગુરૂસ્વામીએ કહ્યું કે, જાે નાટોનો મત વધુ હોય તો કોઇપણ ઉમેદવાર નહીં જીતે તો ત્યાં સમયબદ્ધ રીતે બીજી વખત ચૂંટણી થઇ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.