Western Times News

Gujarati News

ઝોમેટોના ડિલીવરી બોયની ફરિયાદ બાદ યુવતી વિરુદ્ધ FIR દાખલ કરાઈ

બેંગલુરુ: ઓનલાઇન ખાવાનું ડિલીવર કરનારી કંપની ઝોમેટોના (Zomato Delivery boy) ડિલીવરી કર્મી અને યુવતી ગ્રાહકની વચ્ચે ઝપાઝપી મામલામાં નવી બાબત સામે આવી છે. હવે ડિલીવરી કર્મી કામરાજની ફરિયાદ પર યુવતી હિતેશા ચંદ્રાનીની વિરુદ્ધ આઇપીસીની કલમ ૩૫૫ (હુમલો), ૫૦૪ (અપમાન) અને ૫૦૬ (અપરાધિક ધમકી) હેઠળ બેંગલુરુની ઇલેક્ટ્રોનિક સિટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ પહેલા મહિલાએ ડિલીવરી કર્મીની ફરિયાદ કરી હતી.

કર્ણાટકના બેંગલુરુની મોડલ (Karnataka Benglore Model) અને મેક-અપ કલાકાર હિતેશા ચંદ્રાની (Hitesha Chandrani) એ દાવો કર્યો હતો કે ઓનલાઇન ડિલીવરી કર્મીએ કથિત રીતે એટલા માટે હુમલો કરી દીધો કારણ કે તેણે ખાવાનું મોડું લાવવાની ફરિયાદ કરી દીધી હતી. હિતેશા ચંદ્રાનીએ ટ્‌વીટર પર ઘટના વિશે જણાવ્યું અને પોલીસને પણ ટ્‌વીટ ટેગ કર્યું.

પોલીસે તેને વિસ્તાર વિશે જણાવવા માટે કહ્યું જેથી તેની મદદ કરી શકાય. મોડલે કહ્યું હતું કે મંગળવારે ખાવાનો ઓર્ડર આપ્યો હતો જે મોડો આવ્યો તો તેણે ઝોમેટોના ગ્રાહક સેવા અધિકારીને ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું કે તે ખાવાનું ફ્રીમાં આપે અથવા તો ઓર્ડર રદ કરી દે.

યુવતીના આરોપ બાદ ઝોમેટો તરફથી ડિલીવરી કરનારા યુવકે દાવો કર્યો હતો કે યુવતીએ તેને ચંપલ માર્યું અને ગાળો બોલી. યુવકે દાવો કર્યો કે યુવતીની પોતાની ભૂલના કારણે તેને નાક પર ઈજા થઈ. કામરાજે કહ્યું હતું કે, મેં તેને પાર્સલ સોંપી દીધું અને હું પેમેન્ટ લેવા માટે ઊભો હતો. મેં માફી પણ માંગી કારણ કે ટ્રાફિક અને ખરાબ રસ્તાઓના કારણે ડિલીવરીમાં મોડું થયું હતું.

કામરાજે કહ્યું કે મહિલાએ ખાવા માટે પૈસા ચૂકવવવાની ના પાડી દીધી. કામરાજનો દાવો છે કે તેને ઝોમેટો અધિકારીઓએ જણાવ્યું હતું કે તેણે યુવતીના અનુરોધના આધાર પર ખાવાનો ઓર્ડર રદ કરી દીધો હતો. રિપોર્ટ મુજબ, ત્યારબાદ કામરાજે યુવતી પાસેથી ખાવાનું પાર્સલ પરત કરવા માટે કહ્યું તો તેણે ઇન્કાર કરી દીધો. કામરાજે દાવો કર્યો કે તે ખાવાનું લીધા વગર ત્યાંથી પરત નહીં જાય ત્યારે જ હિતેશાએ હિન્દીમાં ગાળો આપી અને મારપીટ શરૂ કરી દીધી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.