Western Times News

Gujarati News

પ્રાંતિજના મજરા પાસે BMW અને પીકઅપ વચ્ચે અકસ્માત

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના મજરા તલોદ રોડ ઉપર રાત્રીના સમયે બીએમ ડબલ્યુ કાર અને પીકઅપ ડાલા વચ્ચે ગંભીર અકસ્માત મા રોડ ઉપર જતા બે રાહદારીઓ માથી એક નુ ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ તો એક ને જીવલેણ ઈજાઓ પોહચતા સારવાર અર્થે અમદાવાદ ખસેડવામા આવ્યો હતો  તો કાર મા સવાર ત્રણ તથા પીકઅપ ડાલુ ચાલક ને સામાન્ય ઇજાઓ પહોંચી હતી .

પ્રાંતિજ ના મજરા તલોદ રોડ ઉપર રાત્રીના દશ કલાકે અમદાવાદ તરફ થી તલોદ તરફ જતી ફુલફાસ્ટ જતી બીએમ ડબલ્યુ કાર-GJ018-BM -3173 તથા તરબૂચ ભરી ને આવતુ ફુલફાસ્ટ પીકઅપ ડાલુ- GJ02VV0166 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમા રોડ ની સાઇડમા જઇ રહેલ બે રાહદારીઓ ને અડફેટે લેતા બન્ને ને જીવલેણ ઈજાઓ પહોચી હતી જેમા મોહનલાલ અમૃતભાઇ મીણા ઉ..વર્ષ-૨૪ રહે.હાલ. મજરા મનસુખ ભાઇ પટેલ ની રોયલ શોમીલ મુળ. રહે સનાવદા  , તા.પ્રસાદ જીલ્લો ઉદેપુર વાળા નુ ધટના સ્થળે મોત નિપજયુ હતુ

તો અન્ય એક રાહદારી નારણભાઈ ધુળાભાઇ મીણા ઉ.વર્ષ-૨૫ હાલ રહે. મજરા મનસુખ ભાઇ પટેલ ની સોમીલ મા મુળ રહે ઉદેપુર ના ઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેવોને અમદાવાદ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો તો મૃતક મોહનલાલ અમુતભાઇ મીણા પ્રાંતિજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડવામા આવ્યો હતો તો બીએમ ડબલ્યુ કાર ના ચાલક તપનભાઇ મહેન્દ્રભાઇ મિસ્ત્રી સહિત કાર મા સવાર કિજલબેન તપનભાઇ મિસ્ત્રી તથા રાજ તપનભાઇ મિસ્ત્રી તથા પીકઅપ ડાલા ચાલક ને સામાન્ય ઈજાઓ પહોચી હતી અને આબાદ બચાવ થયો હતો તો પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા મૃતક ના પિતા અમૃતભાઇ કુલાજી મીણા ની ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે અકસ્માત નો ગુનોનોધી આગળ ની તપાસ હાથ ધરી હતી .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.