ક્રોમાએ “ક્રોમા ફાયર ટીવી એડિશન સ્માર્ટ એલઇડી ટીવી”ની સંપૂર્ણ રેન્જ પ્રસ્તુત કરી
મુંબઈ, ટાટા ગ્રૂપની ભારતની પ્રથમ ઓમ્નિ-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેલર ક્રોમાએ દેશમાં ગ્રાહકો માટે સ્માર્ટ ટીવીની નવી રેન્જ ક્રોમા ફાયર ટીવી એડિશન સ્માર્ટ એલઇડી ટીવી પ્રસ્તુત કરવા એમેઝોન સાથે જોડાણની જાહેરાત કરી હતી. આ વ્યૂહાત્મક જોડાણ દ્વારા બ્રાન્ડનો ઉદ્દેશ વધારે સ્વાભાવિક, સરળ અને કસ્ટમાઇઝ અનુભવ પૂરો પાડવાનો છે, જે ટીવીને જોવાના અનુભવને સંપૂર્ણપણે નવા સ્તરે લઈ જશે.
સંપૂર્ણપણે નવી ક્રોમા ફાયર ટીવી એડિશન સ્માર્ટ એલઇડી ટીવી બિલ્ટ-ઇન ફાયર ટીવી અનુભવ પ્રદાન કરે છે, જે 5000થી વધારે એપ્સમાંથી સંયુક્તપણે તમારી મનપસંદ સ્ટ્રીમિંગ કન્ટેન્ટને એકસાથે લાવશે, જેમાં એમેઝોન પ્રાઇમ વીડિયો, નેટફ્લિક્સ, યુટ્યુબ, ડિઝની + હોટસ્ટાર, ઝી5, સોનીલિવ વગેરે સામેલ છે.
ક્રોમાફાયર ટીવી એડિશનમાં એલેક્સા સાથે વોઇસ રિમોટ સામેલ છે, જે એપ્સ લોંચ, શોધવામાં, મ્યુઝિક પ્લે કરવામાં, લાઇવ ટીવી જોવા, સ્માર્ટ હોમ ઉપકરણોનું નિયંત્રણ કરવામાં તથા એકથી વધારે રિમોટ વિના ડીટીએચ અને ઓટીટી વચ્ચે સરળતાપૂર્વક સ્વિચ થવાની સુવિધાઓ આપે છે. આ ટીવીની રેન્જ ઉત્કૃષ્ટ પિક્ચર અને સંપૂર્ણ, શ્રેષ્ઠ સાઉન્ડની ગુણવત્તા માટે ડોલ્બી વિઝન અને ડોલ્બી એટમોસને સપોર્ટ કરે છે.
આ લોંચ પર ક્રોમાના સીએમઓ રિતેશ ઘોષલે કહ્યું હતું કે, “ઓટીટી એપ્સના વિસ્તાર અને એના પરિણામે દર્શકો વચ્ચે વધારે સરળ બ્રાઉસિંગ અનુભવ મેળવવા માટેની માગમાં વધારો થયો છે. એલેક્સા વોઇસ સર્ચ અને ફાયર ટીવી ઓએસ દ્વારા સપોર્ટેડ સ્વાભાવિક સોફ્ટ-ટચ રિમોટ કન્ટ્રોલ અલગ અનુભવ પૂરો પાડે છે તથા અન્ય સ્માર્ટ ટીવીની સરખામણીમાં શ્રેષ્ઠ બ્રાઉસિંગ અનુભવ પ્રદાન કરે છે.”
ભારતમાં એમેઝોન ડિવાઇઝીસના હેડ પરાગ ગુપ્તાએ કહ્યું હતું કે, “એમેઝોન અને ક્રોમા સંયુક્તપણે કામ કરવાનો રેકોર્ડ ધરાવે છે તથા ક્રોમા એના ઓફલાઇન સ્ટોર્સમાં સમગ્ર ભારતમાં ગ્રાહકોને એમેઝોનના ઉપકરણો ઓફર કરે છે. આજે અમે અમારા જોડાણને નવા સ્તરે લઈ ગયા છીએ. ક્રોમા દ્વારા ફાયર એડિશન સ્માર્ટ ટીવીની નવી રેન્જ યુઝરને શ્રેષ્ઠ અનુભવ, પિક્ચરની ઉત્કૃષ્ટ ગુણવત્તા અને સાઉન્ડનો શ્રેષ્ઠ અનુભવ આપશે, જે એલેક્સા સાથે દરેક દિવસને વધારે આનંદદાયક બનાવશે.”
ક્રોમા ફાયર ટીવી એડિશ સ્માર્ટ એલઇડી ટીવીની નવી રેન્જ અન્ય તમામ ક્રોમા ટેલીવિઝનની જેમ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાસિયતો પૂરી પાડે છે અને 1 વર્ષ માટે ઝીરો ડોટ રિપ્લેસમેન્ટ વોરન્ટી, 3 વર્ષ માટે વિસ્તૃત વોરન્ટી અને ક્રોમાના ચેઇન સ્ટોર્સ અને રાષ્ટ્રવ્યાપી નેટવર્ક મારફતે આજીવન સર્વિસ પ્રદાન કરશે.
આ રેન્જ 32 ઇંચથી 55 ઇંચ અને 2કે અને 4કે એમ તમામ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જેમાં 2કે વેરિઅન્ટ એચડી રેડી અને એફએચડી પિક્ચર ગુણવત્તા ધરાવે છે. 4કે વેરિઅન્ટ 60 એફપીએસ સુધી એચડી/4કે યુએચડી વીડિયોના અલ્ટ્રા-સ્મૂધ સ્ટ્રીમિંગ સાથે 4કે અલ્ટ્રા એચડી પિક્ચર ગુણવત્તા પ્રદાન કરે છે,
જે 8 મિલિયનથી વધારે પિક્સેલ સાથે શ્રેષ્ઠ સ્પષ્ટતા, ડીપ કોન્ટ્રાસ્ટ અને વિવિધ રંગો પ્રદાન કરે છે. સ્પીડ અને પર્ફોર્મન્સ માટે નિર્મિત ટીવીની આ રેન્જ તાત્કાલિક સર્ચ રિઝલ્ટ અને ઝડપી તથા સાતત્યપૂર્ણ રિસ્પોન્સિવનેસ માટે ક્વેડ-કોર સીપીયુ/મલ્ટિ-કોર જીપીયુ દ્વારા સજ્જ છે. ટીવી ડ્યુઅલ-બેન્ડ વાઇ-ફાઇ સાથે સરળતાથી જોડાય છે તથા 2કે પર બે એચડીએમઆઇ ઇનપુટ, 4કે પર ત્રણ એચડીએમઆઇ અને વિવિધ ઇનપુટ/આઉટપુટ વિકલ્પો ધરાવે છે.
આજથી ગ્રાહકો 60થી વધારે શહેરોમાં તમામ 180થી વધારે ક્રોમા સ્ટોર્સમાં, www.croma.com તેમજ www.amazon.in પરથી રૂ. 17,000થી શરૂ થતા ક્રોમા ફાયર ટીવી એડિશન સ્માર્ટ એલઇડી ટીવી ખરીદી શકશે.