અમદાવાદમાં ઢળતી ઉંમરે વૃદ્ધાની પતિ સામે ફરિયાદ
પતિને અવારનવાર ઘરેથી ચાલ્યા જવાની ટેવ-ફરિયાદમાં વૃદ્ધાએ આપવીતી વર્ણવી કે તેણીએ આખી જિંદગી પતિનો શારીરિક અને માનસિક ત્રાસ સહન કર્યો છે
અમદાવાદ, અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક વૃદ્ધાએ તેમના પતિ સામે જ ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધાનો આક્ષેપ છે કે તેમના પતિ ઘરેથી ચાલ્યા જવાની ટેવ ધરાવે છે. તેઓ ચાર-પાંચ દિવસથી ઘરે આવ્યા ન હતા. બાદમાં જ્યારે ઘરે આવ્યા ત્યારે વારંવાર ચાલ્યા જવાની વાત કરતા તેમના પતિ આવેશમાં આવી ગયા હતા
અને તેને વાળ પકડી ધક્કો મારીને નીચે પાડી દીધા હતા. વૃદ્ધાએ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, લગ્નના થોડા સમય બાદથી જ તેમના પતિ તેમને ત્રાસ આપતા હતા અને અવારનવાર માર પણ મારતા હતા. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે પોલીસે પણ વૃદ્ધાની આ દર્દનાક કહાની સાંભળી ઉંમરે તેઓને ન્યાય અપાવવા માટે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
શહેરના વેજલપુર વિસ્તારના મકરબા રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા ૫૬ વર્ષીય વૃદ્ધા તેમના પતિ, પુત્રો તથા પુત્રી સાથે રહે છે. વૃદ્ધાનો નાનો દીકરો પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. તેમના પતિ છૂટક મજૂરી કામ કરે છે. તેઓના લગ્ન વર્ષ ૧૯૮૨માં સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. મહિલાનું પિયર ઉત્તર પ્રદેશ ખાતે આવેલું છે.
જ્યાં તેમના ત્રણ ભાઈઓ અને પાંચ ભાભીઓ રહે છે. તેમના બે ભાઈના મરણ ગયા છે. વર્ષ ૧૯૮૬માં આ વૃદ્ધાના સસરાનું અવસાન થયું હતું. ત્યાર બાદ ચારેક વર્ષ સુધી તેમના પતિએ તેમને ઘરમાં સારી રીતે રાખ્યા હતા. ત્યારબાદ લગ્નના એક વર્ષ પછી તેમના પતિએ ઘરકામની નાની નાની વાતોમાં તથા જમવાનું બનાવવાની વાતોમાં મ્હેંણા મારી ગાળો બોલી ઝઘડો કરી ટોર્ચર કરતા હતા.
આ ઉપરાંત લાગણી દુભાય એવા શબ્દો બોલી શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. વૃદ્ધાના પતિને ઘરેથી અવારનવાર ક્યાંક ચાલ્યા જવાની ટેવ હોવાથી તેઓને આ બાબતે કંઈ પણ બોલે તો તેમના પતિ મનફાવે તેમ બોલાચાલી કરી ઝઘડો કરતા હતા બીભત્સ ગાળો આપી માર મારતા હતા.
જાેકે, પોતાનું લગ્ન જીવન ન બગડે તે માટે આ વૃદ્ધા ચૂપચાપ પતિનો ત્રાસ સહન કરતાં હતા. જેમ જેમ સમય ગયો અને વૃદ્ધાના સંતાનો મોટા થતા ગયા તેમ તેમ તેના પતિનો ત્રાસ દિવસેને દિવસે વધતો ગયો હતો. પતિના આ ત્રાસની વાત વૃદ્ધા તેમના સંતાનોને કરે તો તેનો પતિ સંતાનોને પણ ગમે તેમ બોલી ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરતા હતા.
જ્યારે આ વૃદ્ધા પિયરમાં પતિના ત્રાસની વાત કરે તો પિયરના લોકો એવું કહીને આશ્વાસને આપતા હતા કે સંતાનો મોટા થઈ ગયા છે તો બધું સારું થઈ જશે. ગત ૧૫ માર્ચના રોજ બપોરે વૃદ્ધા ઘરે હતા ત્યારે ચારેક દિવસ બાદ તેમના પતિ ઘરે આવ્યા હતા. જેથી વૃદ્ધાએ તેમને પૂછ્યું કે, ચાર-પાંચ દિવસ સુધી ઘરેથી ક્યાંક ચાલ્યા જાઓ છો?