Western Times News

Gujarati News

સુરતમાં 2000 વિધાર્થીના ટેસ્ટ કરાયા,૩૭ કોરોના સંક્રમિત

સુરત, સુરતમાં કોરોના અજગરી ભરડો લઈ રહ્યો છે અને રોજ રોજ ૨૦૦ – ૨૫૦થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. હૉસ્પિટલોમાં દર્દીની સંખ્યા એક દિવસમાં ડબલ થઈ ગઈ છે. પહેલા ૧૭ લોકો સારવાર માટે દાખલ થતા હતા હવે ૩૫ લોકો દાખલ થઈ રહ્યા છે. સંક્રમણ ફેલાવાને કારણે વિદ્યાર્થીઓમાં પણ પોઝિટિવિટી રેટ વધ્યો છે.

આજે ૩૮ સ્કુલનો સર્વે કરવામાં આવ્યો હતો. દરમિયાન ૩૭ વ્યક્તિનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને કારણે વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, શાળાઓમાં સંક્રમણ વધતા વાલીઓએ શાળા બંધ કરવા પણ માંગ કરી હતી. સુરતની શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધતા પાલિકાએ સ્કૂલ અને કોલેજાેમાં પણ ટેસ્ટિંગનું પ્રમાણ વધાર્યું છે.

પરંતુ આ ટેસ્ટીંગ દરમ્યાન સામે આવેલા પરિણામે લોકોને ચોંકાવી દીધા છે. શાળાઓમાં કુલ ૨૨૦૦ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૩૭ વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અત્યાર સુધીમાં આ સંખ્યા કુલ ૧૫૩ પર પહોંચી ગઇ છે. કેટલીક કોલેજ અને સ્કૂલોમાં ૧૦થી વધુ કેસ મળી આવતા ૧૪ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.

સ્કૂલો અને કોલેજાેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં થવાને કારણે કેસ વધ્યા હોવાનું માનવામાં આવે છે. કેટલીક સ્કૂલોના શિક્ષકો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જેમાં નાના વરાછાની એચ.વી. કાછડિયા મોડર્ન સ્કૂલના એક શિક્ષકને કોરોના થયો છે. મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ વધવાને પગલે હાલ શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે.

શહેરમાં યુકે અને સાઉથ આફ્રીકન સ્ટ્રેઇનના કેસ નોંધાયા છે, તે ચિંતાનો વિષય છે. હૉસ્પિટલોમાં દર્દીની સંખ્યા પણ બમણી થઈ ગઈ છે. પહેલા એક દિવસમાં ૧૭ વ્યક્તિ દાખલ થતા હતા હવે ૩૫ વ્યકિત સારવાર માટે દાખલ થઇ રહ્યા છે. સુરત શહેરમાં સૌથી વધુ કેસ અઠવા અને રાંદેર ઝોન વિસ્તારમાં નોધાયા છે. અઠવા ઝોનમાં પાંચ વોર્ડ આવેલા છે.

જેમા સીટીલાઇટ, વેસુ, અલથાણ, પનાસમાં અને અઠવા વોર્ડનો સમાવેશ થાય છે. જ્યારે રાંદેર ઝોનમાં ત્રણ વોર્ડ પાલ, અડાજણ, અને અડાજણ પાટીયાનો સમવેશ થાય છે.લીમ્બય્ત ઝોનમાં ગોડાદરા, અને ડીંડોલી એમ બે ઝોનનો સમાવેશ થાય છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે, ઉપરોક્ત તમામ વોર્ડ અસરગ્રસ્ત હોવાના પગલે સુરત મનપા દ્વારા તમામ વોર્ડમાં પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

કોરોનાથી વિદ્યાર્થીઓ પણ સંક્રમતિ થયા છે. જેના પગલે આજે શહેરની વિવિધ ૩૮ સ્કુલના ૨૨૦૦ વિદ્યાર્થી શિક્ષકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન ૩૭ પોઝીટીવ કેસ મળી આવ્યા હતા. કોરોનાથી બચાવવા માટે વાલીઓએ પણ તકેદારી લેવાની જરૂર છે.

કોવિડના લક્ષણ દેખાય તો તાકીદ સારવાર લેવી જરૂરી છે. ઓકસીજનનું લેવલ પણ જાળવી રાખવું જરૂરી છે. કોરોનાની વેસિનનો પ્રથમ અને બીજાે ડોઝ લીધા બાદ ૪૫ દિવસ પછી શરીરમાં એન્ટી બોડી જનરેટ થાય છે. પરિણામે ડોઝ લીધા બાદ પણ લોકોએ માર્ક તેમજ સામાજીક અંતર જાળવી રાખવું જરૂરી છે. ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવનાર ૫૦ ટકા વ્યક્તનિ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને પગલે લોકોએ બની શકે તો મુસાફરી ટાળવી જાેઇએ એવુ મ્યુ કમિશ્નર બંછાનિધિ પાનીએ કહ્યું હતું.

સરકારની ગાઈડ લાઈન હોવાથી પાલિકા સ્કુલ કોલેજ બંધ કરાવી શકે તેમ નથી પરંતુ હવે બાળકોને સ્કુલ કોલેજ મોકલવા કે નહીં તેનો ર્નિણય મ્યુનિ. તંત્રએ વાલી પર છોડી દીધો છે. આટલું જ નહીં પરંતુ સ્કુલ કોલેજમાં કોવિડની ગાઈડ લાઈનનો અમલ થાય છે કે નહીં તેનું ધ્યાન પણ વાલીઓએ જ રાખવાનું રહેશે. જાેકે, મ્યુનિ. તંત્રએ આડકતરી રીતે વિદ્યાર્થીઓ ઓન લાઈન શિક્ષણ લે તેવું પણ કહી દીધું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.