SOG એ શાહઆલમથી એક શખ્શને પિસ્તોલ સાથે ઝડપી લીધો
અમદાવાદ : અમદાવાદ શહેરમાં ઘણા સમયથી હિસક શસ્ત્રો વેચવા આવતાં લોકોની સંખ્યા વધી ગઈ છે આવા શખ્શો ઉપર ક્રાઈમ બ્રાચ એસઓજી સહીતની એજન્સીઓ નજર હોય છે મોટેભાગે પરપ્રાતથી આવતા આવા શા†ો સ્થાનિક શખ્શો ખરીદી છે જા કે એજન્સીઓની સક્રિયતાને પગલે શસ્ત્રો કેટલાંય સોદાગરોની ઝડપી લેવામાં ગઈકાલે પણ એસઓજીએ શાહઆલમ ખાતેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે અકે શખ્શને ઝડપી લેવાયો છે.
એસઓજીની ટીમ શાહઆલમ વિસ્તારમા હતી એ વખતે પઠાણી પહેરેલો એક શખ્શ પિસ્તોલ સાથે શાહઆલમ દરવાજાથી પરીમલ ચાર રસ્તા ખાતે જવાનો હોવાની બાતમમી મળી હતી. જેથી એસઓેજીની ટીમો શાહ આલમ ટોલનાકા ખાતે ગોઠવાઈ ગઈ હતી સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે બાતમી મુજબનો એક શખ્શ દેખાતા એસઓજીની ટીમે તેને કોર્ડન કરીને તપાસ કરતા એક પિસ્તોલ મળી આવી હતી નઝીર ઉમરભાઈ સૈયદ ૪૧ નામના આ શખ્શને ઝડપીને તુરત એસઓજીની ટીમ રવાના થઈ ગઈ હતી અને તેની વધુ પુછપરછ કરવાની તજવીજ હાથ ધરી છે પ્રાથમિક તપાસમા નજીક શાહી મસ્જી નજીક શાહઆલમ ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યુ છે તે પિસ્તોલ ક્યાથી લાવ્યો અને શુ કરવાનો હતો એ દિશામાં એસઓજીએ તપાસ હાથ ધરી છે.