Western Times News

Gujarati News

કેન્દ્ર સરકાર પાસે વેચાણવેરા પેટે ગુજરાત સરકારના ૧૩,૭૨૧ કરોડ લેવાના બાકી

ગાંધીનગર: કેન્દ્ર સરકારના ગુણગાન ગાતી રાજ્ય સરકાર વારંવાર નરેન્દ્ર મોદી સરકારને મોસાળે જમણ અને મા પિરસનાર, ત્યારે ગુજરાતની જનતા માટે કરોડોના પ્રોજેક્ટ આપી રહ્યા છે, પરંતુ કેન્દ્રીય વેચાણવેરા પેટે ૧૩૭૨૧.૯૨ કરોડની જંગી રકમ ગુજરાત સરકારની લેણી હોવા છતાં એ ચૂકવવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી હોવાની ચોંકાવનારી માહિતી વિધાનસભામાં રજૂ થયેલા બજેટમાં બહાર આવી છે.

ગુજરાત સરકારે માર્ચ ૨૦૨૦ના અંતે વિવિધ કરવેરા પેટે રૂ.૫૧૫૧૯.૪૧ કરોડ વસૂલવાના બાકી હોવાનું બજેટમાં દર્શાવ્યું છે. આમાં વિવાદાસ્પદ વેરાની રકમ ૨૪૯૭૯.૭૪ કરોડ અને બિનવિવાદાસ્પદ વેરાની રકમ ૨૯૫૩૯.૭૪ કરોડ છે. આમાં વેટ કેન્દ્રીય વેચાણવેરો, સ્ટેમ્પ ડયૂટી નોંધણી ફી, મોટર્સ સ્પિરિટ કર ઈલેક્ટ્રિક ડ્યૂટી રાજ્ય આબકારી, મોટર વાહન કર સામેલ થાય છે.

માર્ચ ૨૦૧૯ના અંતે કુલ બાકી વસૂલવાની રકમ ૪૨૯૩૨.૫૯ કરોડ હતી, એટલે કે ૨૦૧૯-૨૦ના એક વર્ષમાં રૂ ૮૫૮૬.૮૨ કરોડની નવી બાકી વસૂલવાની ઊભી થાય છે. ફુલ વસૂલાતની બાકી રકમ છે, તેમાં સૌથી વધુ નાણાં કેન્દ્ર સરકાર પાસે કેન્દ્રીય વેચાણવેરા પેટે વસૂલવાના થાય છે, જેની રકમ ૧૩૭૨૧.૯૨ કરોડ થવા જાય છે.

વિધાનસભામાં રજૂ થયેલા બજેટના આંકડા મુજબ, સ્ટેમ્પ ડ્યુટી પેટે ૨૪૩ કરોડ, મોટર્સ સ્પિરિટ કર પેટે ૪૯૧ કરોડ, સેસપેક ૨.૬૪ કરોડ, વાહનકર પેટે ૨૧૩ કરોડ ઈલેક્ટ્રિક ડ્યૂટી પેટે ૧૬૧ કરોડ અને અન્ય કરવેરા પેટે ૩૨૧૦૭ કરોડ બાકી લેણાં સરકારના ચોપડે બોલી રહ્યાં છે. રાજ્ય સરકારે બજેટમાં રજૂ કરેલા આંકડા મુજબ, જે વસૂલાત બાકી છે એમાં સૌથી વધુ વેચાણ વેરા પેટેની રકમ છે તો બીજા ક્રમે વિવાદાસ્પદ કર અને બિનવિવાદાસ્પદ કરની રકમ હજારો કરોડના આંકને પહોંચી ચૂકી છે. બિનવિવાદાસ્પદ અને વિવાદાસ્પદ કરની રકમ છેલ્લાં ૧૦ વર્ષની જાેઈએ તો ૮૧૫૮.૫૨ કરોડ વિવાદાસ્પદ અને ૫૫૬૩.૪૦કરોડ બિનવિવાદાસ્પદ કરની થાય છે દસ વર્ષથી વધુ સમયથી બિનવિવાદાસ્પદ કરની રકમ ૩૬૨૦ કરોડ વસૂલવાની બાકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.