Western Times News

Gujarati News

સુરતમાં બહારથી આવતા લોકોને સાત દિવસ માટે હોમ કોરોન્ટાઈન રહેવું પડશે

Files Photo

સુરત: ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. કોરોના વાયરસના કારણે ગુજરાતના ચાર મહાનગરોમાં સૌથી વધારે કહેર જાેવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં પાલિકા તંત્ર હવે એક્શનમાં આવી ગયું છે અને મોટા ર્નિણય લેવામાં આવી રહ્યા છે.

સુરતમાં હવે શહેર બહારથી આવતા લોકોએ સાત દિવસ માટે હોમ કોરોન્ટાઈન રહેવું પડશે. સુરત શહેરમાં બહારથી આવતા લોકો માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને અને ફરજિયાત રૂપે બહારથી આવતા લોકો માટે સાત દિવસ માટે હોમ-કોરોન્ટાઈનનો નિયમ બનાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે જાે આ જાહેરનામાનો ભંગ કરવાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં કોરોના વાયરસના વધતાં કેસણે ધ્યાને રાખીને આ નિણર્ય લેવામાં આવ્યો છે.

સુરત મહાનગર પાલિકાએ મહત્વનો આદેશ આપ્યો છે. સુરતમાં અત્યાર સુધીમાં ૧૯૨ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. ત્યારે સુરત મહાપાલિકાએ ૭ દિવસ સુધી ટ્યુશન ક્લાસીસ બંધ કરવા આદેશ આપ્યો છે. ટ્યુશન કલાસીસ માત્ર ઓનલાઇન ચાલુ રહેશે. તો શાળા અને કોલેજમાં ૭ દિવસ ઓનલાઈન શિક્ષણ રહેશે. માત્ર પરીક્ષા જ ઓફલાઈન લેવાશે. મનપાના ર્નિણય બાદ ક્લાસીસ સંચાલકોએ ક્લાસ બંધ કર્યા છે. ટ્યુશન ક્લાસ બંધ કરાતા આજથી ઓનલાઇન શિક્ષણ અપાશે. નિયમનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે.

સુરતમાં કોરોનાના કેસ વધતા મનપાએ મહત્વનો ર્નિણય લીધો હતો. સુરતમાં સૌથી વધુ કેસો આવતા સીટી બસને બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. એક સપ્તાહ માટે સુરત શહેરમાં ૨૧ રૂટો પર સિટી બસ અને બીઆરટીએસ સેવા બંધ કરાઇ છે. અઠવા, રાંદેર, લિંબાયત ઝોનમાં સૌથી વધુ કોરોનાના કેસ સામે આવતા ત્યાં સીટી બસો બંધ કરવાનો ર્નિણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.

સુરત મહાનગરપાલિકાએ શહેરના તમામ બાગ-બગીચાઓ બંધ રાખવાનો ર્નિણય કર્યો છે. આમ સિટી બસ બાદ હવે બગીચાઓ પણ બંધ કરવાના આદેશ અપાયા હતા. શહેરના તમામ બાગ બગીચાઓ, શાંતિકુંજ બંધ કરાયા છે. પ્રાણી સંગ્રહાલય અને એકવેરિયમ પણ લોકો માટે બંધ કરાયા છે.સુરતમાં ૯૪ ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા સર્વે કરાયો છે. જેમાં ૩૦ હજાર ૫૯૩ ઘરોમાં ૧ લાખ ૨૬ હજાર ૨૮૫ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. સર્વેમાં ૧૨ હજાર ૧૦૬ લોકોની ઓપીડી કરાઇ છે. જ્યારે ૩૦ જેટલા તાવના કેસ મળી આવ્યા છે. અને ૧૧ હજાર ૨૭૭ કેસ અન્ય બીમારીઓના આવતા તંત્રની ચિંતા વધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.