Western Times News

Gujarati News

ક્લાસીસ, શાળા અને કોલેજમાં ૭ દિવસ માટે ઓફલાઇન શિક્ષણ બંધ

Files Photo

સુરત: રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને મહાનગરોમાં રાત્રી કર્ફ્‌યૂ લંબાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આજથી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે ૧૦થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્‌યૂનો અમલ કરવાનો ર્નિણય કર્યો છે. સુરત શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે.કોરોનાના કેસ વધતા તંત્ર દ્વારા કડક ર્નિણયો લેવાયા છે. મનપાએ ફરવા લાયક સ્થળો પર પ્રતિબંધ લગાવ્યો છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્રએ વધુ એક ર્નિણય લીધો છે.

સુરત મહાનગર પાલિકાએ મહત્વનો આદેશ આપ્યો છે. સુરતમાં અત્યાર સુધીમાં ૧૯૨ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. ત્યારે સુરત મહાપાલિકાએ ૭ દિવસ સુધી ટ્યુશન ક્લાસીસ બંધ કરવા આદેશ આપ્યો છે. ટ્યુશન કલાસીસ માત્ર ઓનલાઇન ચાલુ રહેશે. તો શાળા અને કોલેજમાં ૭ દિવસ ઓનલાઈન શિક્ષણ રહેશે. માત્ર પરીક્ષા જ ઓફલાઈન લેવાશે. મનપાના ર્નિણય બાદ ક્લાસીસ સંચાલકોએ ક્લાસ બંધ કર્યા છે. ટ્યુશન ક્લાસ બંધ કરાતા આજથી ઓનલાઇન શિક્ષણ અપાશે. નિયમનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે.

સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનીધી પાનીએ વાતચીત દરમિયાન કહ્યું કે, કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા મનપા તૈયાર છે. બહારથી આવેલા લોકોના ટેસ્ટિંગ અચૂક થાય. લોકો ૭ દિવસ સેલ્ફ ક્વોરન્ટાઇન થાય તે માટે કામગીરી કરી રહ્યા છીએ. શાળામાં ઓનલાઇન શિક્ષણ થાય એના માટે પણ અપીલ કરાઇ છે.

સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધતા આરોગ્ય રથ કાર્યરત કરાયા છે. સુરતમાં ૯૪ ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા સર્વે કરાયો છે. જેમાં ૩૦ હજાર ૫૯૩ ઘરોમાં ૧ લાખ ૨૬ હજાર ૨૮૫ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. સર્વેમાં ૧૨ હજાર ૧૦૬ લોકોની ઓપીડી કરાઇ છે. જ્યારે ૩૦ જેટલા તાવના કેસ મળી આવ્યા છે. અને ૧૧ હજાર ૨૭૭ કેસ અન્ય બીમારીઓના આવતા તંત્રની ચિંતા વધી છે.

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં કોરોનાથી ચિંતા વધી છે. ગઇકાલે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં એક દિવસમાં ૫૪ કેસ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેને લઇને ટેક્સટાઇલ માર્કેટના સમયમાં ફેરફાર કરી દેવાયો છે. ટેક્સટાઇલ માર્કેટ સવારે ૧૦થી સાંજના ૭ વાગ્યા સુધી ખુલી રહેશે. કોરોનાને લઇ કાપડ ઉદ્યોગની મુશ્કેલીઓ વધી છે. અને વેપારીઓએ પ્રવાસ પણ રદ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.