ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માનું દિલ્હીમાં શંકાસ્પદ મોત
નવી દિલ્હી, હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માનું શંકાસ્પદ મોત થયું છે. દિલ્હી ખાતે આવેલી આરએમએલ હોસ્પિટલ પાસેના ફ્લેટમાં સાંસદનું નિવાસસ્થાન આવેલું છે.
આ ફ્લેટમાં ૬૨ વર્ષીય સાંસદ રામસ્વરૂપનું શબ ફંદા સાથે લટકતી હાલતમાં મળી આવ્યું હતું અને હજુ સુધી આત્મહત્યાનું કારણ સામે નથી આવ્યું. દિલ્હી પોલીસને સવારે ગોમતી એપાર્ટમેન્ટમાં ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માએ આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર મળ્યા હતા.
ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓને તેમનો મૃતદેહ ફંદા સાથે લટકતી સ્થિતિમાં જાેવા મળ્યો હતો. હાલ કયા કારણસર આત્મહત્યા કરી તે કારણ અસ્પષ્ટ છે અને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.