લાયન્સ ક્લબ દાહોદના કમલેશ લીમ્બાચીયા મેમ્બરશીપ હીરો એવોર્ડથી સન્માનિત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Lions-1024x682.jpg)
(મઝહર મકરાણી, દાહોદ) ધ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્સ ક્લબ ડીસ્ટ્રીક 3232 F1 દ્વારા મેમ્બરશીપ હીરો એવોર્ડ સમારોહ પ્રિસાઇડિંગ ઓફિસર લા. રમેશ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને તેમજ વડોદરા શહેરના નવનિયુક્ત મેયર કેયૂરભાઈ રોકડિયાના અતિથિ વિશેષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં લાયન્સ ક્લબ દાહોદ સીટીના સકીય લાયન અને ઝોન ચેરમેન લાયન કમલેશ લીમ્બાચીયાને મેમ્બરશીપ હીરો એવોર્ડથી સન્માનિત કરતા દાહોદ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
ઝોન ચેરમેનના પ્રયાસો અને માર્ગદર્શન હેઠળ ત્રણ નવી લાયન્સ ક્લબ લાયન્સ ક્લબ ઓફ દેવગઢબારિયા પેરિસ, લાયન્સ ક્લબ લીમખેડા હસ્તેશ્વર ,લાયન્સ ક્લબ ઓફ સંજેલી પેલેસ કાર્યરત થઇ ચૂકી છે. તેમના મેમ્બરશીપ ડ્રાઈવ હેઠળ આપણા જિલ્લામાં લાયન્સના સેવા યજ્ઞનો વ્યાપ વિશાલ થઈ રહ્યો છે.
તેમની આ સેવાના કદરરૂપે એવોર્ડથી નવાજવામાં આવ્યા આ ઉપરાંત નવી ત્રણે કલબના પ્રમુખ મંત્રી તથા સ્પોન્સર ક્લબ ઓફ દાહોદ સીટીના પ્રમુખ લા. રાજકુમાર સહેતાઈ મંત્રી સેફીભાઈ પિટોલવાલાને પણ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રયાસોમાં ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી એક્ટિવિટી લાયન યુસુફી કાપડિયા સાહેબ નો મહત્વનો ફાળો રહ્યો છે.